ઉના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ગઈકાલે રાજકોટ સર્કિટહાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ઉનાનાં ફાયરીંગ પ્રકરણમાં પોતાની સંડોવણી ન હોવા છતાં તેમને પોલીસ દ્વારા હેરાન કરાતા હોવાનો સરકાર સામે આક્ષેપ કરેલ છે. પૂંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, ઉનાનાં ફાયરીંગ પ્રકરણની તપાસ કરી રહેલ એસઆઈટીના વડા દ્વારા તેમને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવાયા હતા. જા કે, તેમણે પૂછપરછમાં સહકાર આપેલ હતો અને ફાયરીંગ ઘટનાને વખોડી કાઢી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે પરંતુ આ પ્રકરણમાં તેમને કોઈ લેવા દેવા ન હોવા છતાં પણ તેમને શંકાના દાયરામાં લાવી હેરાન કરવામાં આવતા હોય રોષ વ્યકત કર્યો હતો. પ જૂને તેમની ગેરહાજરીમાં ઘરે સમન્સ પાઠવવા આવેલ પોલીસે ફોન ઉપર વાત થયા મુજબ સીઆરપીસીની કલમ ૧૦૬ હેઠળ પોલીસ સ્ટેશને હાજર થવા જણાવ્યું હતું. પૂંજાભાઈ વંશ જયારે તેમના પરિવાર સાથે વતન ગયા હતા તે વખતે પોલીસ દ્વારા ખાનગી વાહનમાં રામેશ્વર અને દૂધાળા સુધી પીછો કરાયો હતો અને ૮ થી ૧ર જૂન સુધીમાં ચાર સમન્સ પાઠવાયા હતા જેની સામે રોષ વ્યક્ત કરી ગુજરાત પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews