જીએસટી રિટર્ન નહીં ભરવા ઉપર લેટ ફી માફ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણંય

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ૧૨ જૂનનાં રોજ માલ અને સેવા કર પરિષદની ૪૦મી બેઠકમાં ભાગ લીધો છે. કોરોના વાયરસનાં સંકટ બાદ આ કાઉન્સીલની પ્રથમ બેઠક થઇ છે. આ બેઠકમાં જનતાને રાહત પહોંચાડવા માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યાં છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, “કોરોના સંકટ પહેલા જુલાઇ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૨૦ની વચ્ચેનાં ગાળામાં અનેક લોકોની રિટર્ન ફાઇલિંગ એમ ને એમ યથાવત સ્થિતિમાં પડેલી છે. આવાં લોકો કે જેને માથે કોઇ પણ જાતની ટેક્સની જવાબદારી નથી પરંતુ તેઓએ હજી સુધી પોતાનું રિટર્ન નથી ભર્યુ તેવાં લોકોએ લેટ ફી નહીં આપવાની રહે. જુલાઇ ૨૦૧૭થી લઇને જાન્યુઆરી ૨૦૨૦ સુધી ટેક્સની જવાબદારી હોવાં છતાં ટ્રેડર્સ દ્વારા ય્જી્‌ઇ-૩મ્ ફાઇલ નહીં કરનારા લોકોને પણ રાહત આપવામાં આવી. નાણાંમંત્રીએ જણાવ્યું કે,તેની પર હવે મહત્તમ લેટ ફી ૫૦૦ રૂપિયા લાગશે. જેનો ફાયદો એક જુલાઇ ૨૦૨૦થી લઇને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી રિટર્ન ફાઇલ કરનારાઓને પણ મળશે. આ સિવાય તે જો મે, જૂન અને જુલાઇ ૨૦૨૦ માટે સપ્ટેમ્બર સુધી ફાઇલ કરે છે, તો તેઓએ કોઇ લેટ ફી અથવા તો ઇન્ટરેસ્ટ નહીં આપવું પડે.” ૫ કરોડ રૂપિયાનાં કુલ ટર્નઓવરવાળા નાના કરદાતા જે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ૨૦૨૦નાં રિટર્ન ૬ જુલાઇ સુધી નહીં ભરે, તેઓને વાર્ષિક ૯% નાં વ્યાજ દર સાથે સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરવાની છૂટ રહેશે. પહેલા બાકીનાં કર પર વાર્ષિક વ્યાજ દર ૧૮% નક્કી હતો. આવાં કરદાતાને એવી હાલતમાં લેટ ફી અને વ્યાજ નહીં ભરવાનું રહે. જે આ વર્ષે મે, જૂન અને જુલાઇનાં મહીનાઓમાં પુરવઠો પ્રભાવિત થવાને કારણ સપ્ટેમ્બર સુધી ભરી દેશે. વધુમાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે,આજે  રેટ કટ ઉપર કોઇ જ ચર્ચા નથી થઇ.  કાઉન્સીલની આગામી બેઠક જુલાઇમાં થશે. ત્યારે કંપનસેશન સેસનાં મહત્વનાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, જે રાજ્યોએ વળતર આપવું પડ્‌યું તો તે કોઇ ને કોઇ પ્રકારે દેવું થઇ જશે. તેઓએ સવાલ કર્યો કે આને કેવી રીતે અને કોણ ચુકાવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!