કોરોના સંકટ : જૂનથી ઓગસ્ટ વચ્ચે આઇસીયુ અને વેન્ટિલેટરની અછત સર્જાશે

0

કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જૂનથી ઓગસ્ટની વચ્ચે તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશમાં કોરોનાના ગંભીર રોગીને માટે આઈસીયૂ અને વેન્ટીલેટરની અછત સર્જાઈ શકે છે. ભારતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારની તરફથી કહેવાયું છે કે જૂનથી ઓગસ્ટની વચ્ચે તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશમાં કોરોનાના ગંભીર રોગીઓને માટે આઈસીયૂ અને વેન્ટીલેટરની અછત સર્જાઈ શકે છે. કોરોનાના ઝડપથી વધતા કેસની વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં આઈસીયૂ બેડની અછત ૩ જૂનથી શરૂ થઈ છે. આંકડાના આધારે વેન્ટીલેટર, આઈસોલેશન બેડ અને ઓક્સીજનની ખામી આવી છે. આ આકંડા કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાઉબા અને રાજ્યોના મુખ્ય અને સ્વાસ્થ્ય સચિવની વાતચીતમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં આઈસીયૂ બેડની અછત ૮ ઓગસ્ટથી શરૂ થઈ શકે છે. રાજ્યમાં ૨૭ જુલાઈએ વેન્ટીલેટર્સની સંખ્યામાં અછત આવી શકે છે. તમિલનાડુમાં આઈસીયૂ બેડ ૯ જુલાઈના બાદ ઓછા પડી શકે છે. તો ઓક્સીજનની ખામી ૨૧ જુલાઈથી શરૂ થઈ શકે છે. આ જ ટ્રેન્ડ ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના રોગીની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં રોજના ૧૦ હજાર કેસ આવી રહ્યા છે. કોરોનાથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે અને દિલ્હીમામં પણ રોગીની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યોની આગળની સ્થિતિમાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. તેના માટે તે પહેલાંથી તૈયારી કરી રાખે. ભારતમાં કોરોનાનો ડેથ રેટ દુનિયામાં સૌથી ઓછો છે. જો ગંભીર સંક્રમણના સમયે ઉપકરણોની ખામી હશે તો આ ટકાવારીમાં પણ વધારો થઈ શકે છે. મહારાષ્ટ્ર સિવાય જલગાંવ જિલ્લામાં પણ કોરોનાનો ડેથ રેટ રાષ્ટ્રીય ટકાવારીથી લગભગ ચાર ગણો વધુ જોવા મળી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!