તેલનો ખેલ ૬ દિવસમાં પેટ્રોલ રૂ. ૩.૩૧ અને ડીઝલ રૂ. ૩.૪૨ મોંઘું થયું;

0

દેશમાં શુક્રવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા હતાં. એક લિટર પેટ્રોલ ૫૭ અને ડીઝલ ૫૯ પૈસા મોંઘુ થયું. છ દિવસમાં પેટ્રોલની કિંમત ૩.૩૧ અને ડીઝલની ૩.૪૨ રૂપિયા વધી ચૂકી છે. ગુજરાતમાં શુક્રવારે પેટ્રોલ ૭૦.૩૪ અને ડીઝલ ૬૮.૩૪ પ્રતિ લિટર થઈ ગયું હતું. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર ૧૨.૫૦ વેટ છે. જ્યારે દિલ્હીમાં હવે પેટ્રોલ ૭૪.૫૭ અને ડીઝલ ૭૨.૮૧ રૂપિયા થઈ ગયું છે. કોરોના સંકટ વચ્ચે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના ભાવ ૬૬ ટકા સુધી ઓછા થઈ ગયા હતા પણ સરકારે સામાન્ય પ્રજાને તેનો ફાયદો ન આપ્યો. ખજાનો ભરવા માટે સરકારે આ દરમ્યાન માર્ચથી જૂન વચ્ચે બે વખત પેટ્રોલ પર ૧૩ રૂપિયા અને ડીઝલ પર ૧૬ રૂપિયા એક્સાઈઝ ડ્‌યૂટી વધારી હતી. સાથે જ રાજ્યોમાં વેટ પણ વધ્યો હતો. નિષ્ણાંતો અનુસાર સરકારે ટેક્સ ન વધાર્યો હોત તો પેટ્રોલ-ડીઝલ આજે પણ ૧૫થી ૨૦ રૂપિયા સસ્તું હોત. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ક્રૂડ ઓઈલના ભાવ ૭૦ ડોલર પ્રતિબેરલ હતા જે ૨૦ ફેબ્રુઆરીએ ૫૮ ડોલર પર આવી ગયા હતા. તે પછી તેમાં ઝડપી ઘટાડો થયો અને ૨૧ એપ્રિલે તે ૨૦ ડોલરથી નીચે આવી ગયા. ૨૧ એપ્રિલ પછી ક્રૂડ ઓઈલના ભાવ વધવા લાગ્યા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!