આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીનાં ધારાસભ્ય કિંચરાપુ અત્ચેનાયડુની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ધરપકડ કરી હતી. એસીબી અને પોલીસે નાયડુની શ્રીકાકુલમ જિલ્લાનાં ટેક્કલી ખાતેથી ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને ટીમ વિજયવાડા લઈ જવામાં આવ્યા હતા. નાયડુની ધરપકડ કર્મચારી રાજ્ય વીમા માં રૂ.૧૫૦ કરોડથી વધુનાં કથિત ઘોટાળામાં કરવામાં આવી છે. પોલીસ અને એબીસી નાયડુની ધરપકડ કરવા પહોંચી ત્યારે ઘરનો દરવાજો ખોલવામાં ન આવ્યો. આ પછી પોલીસ દિવાલ કૂદીને અંદર ગઈ હતી. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે , જેમાં પોલીસકર્મી દિવાલ પરથી કૂદતા નજરે પડે છે. આ દરમિયાન તેમના ઘરની સામે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટીડીપી અધ્યક્ષ અને પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે, ૧૦૦ થી વધુ પોલીસકર્મીઓ તેમના ધારાસભ્યનું અપહરણ કરીને લઇ ગયા છે. તેમણે આ માટે મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડી અને ગૃહમંત્રી એમ સુચરિતાને દોષી ઠેરવ્યા છે. અત્ચેનાયડુ ચંદ્રબાબુ નાયડુની સરકારમાં મંત્રી રહ્યા અને તેઓ તેમની ખૂબ નજીકનાં માનવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews