જૂનાગઢ, પ્લાસ્વા અને કોડવાવ ખાતે અપમૃત્યુનાં બનાવો

જૂનાગઢમાં દિવાન ચોક ખાતે રહેતાં રાજુભાઈ જેન્તીભાઈ ગટેચા દિવાનચોકમાં રિક્ષામાં સુતા હતા તે દરમ્યાન એટેક આવતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજ્યું હતું. તેમજ અન્ય એક બનાવમાં પ્લાસ્વા ખાતે રહેતાં નાનજીભાઈ પાલાભાઈ રાઠોડ ઉપર કરજા વધી ગયેલ હોય જેથી ઘઉંમાં નાખવાનો પાવડર પી જતાં તેમનું પણ મૃત્યું નીપજ્યાનું જાણવા મળેલ છે. તેમજ અન્ય એક બનાવમાં કોડવાવ ખાતે રહેતાં જમનભાઈ માવજીભાઈ પરસાણીયા પોતાની વાવડી નામે ઓળખાતી વાડીએ માંડવીનાં દાણાનું કામકાજ કરતાં હતાં ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો થતાં તેમને હાર્ટ એટેક આવી જતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!