ઓઝત નદીમાં રેતી ભરેલું ડમ્પર બેફીકરાઈથી ચલાવી મોત નિપજાવતાં ફરીયાદ

વાવડી(આદ્રી) ખાતે રહેતાં ભીખુભાઈ વશરામભાઈ રાઠોડે વંથલી પોલીસમાં આ કામનાં આરોપી ડમ્પર ટ્રક નં.જીજે ૧૦ ટી પ૪૯૯નાં ડ્રાઈવર ઈસુબભાઈ મહમદભાઈ ચૌહાણ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામે મરણજનાર ફરીયાદીનાં સગા મોટાભાઈ જગુભાઈ વશરામભાઈ રાઠોડ ડમ્પરમાં કીલીન્ડર હોય અને ડમ્પરમાં ચડતાં હતા ત્યારે આરોપી ડ્રાઈવર ઈસુબભાઈ મહમદભાઈએ કણજા ગામની સીમમાં ઓઝત નદીનાં પટમાં રેતીથી ભરેલો ટ્રક ચાલુ કરી બેફીકરાઈથી ચલાવી દેતા ફરીયાદીનાં મોટાભાઈ જગુભાઈને નીચે પછાડી દઈ ટ્રકનાં પાછળનાં વ્હીલમાં આવી જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!