માણાવદર તાલુકાનાં કોઠારીયા ગામે કોરોના પોઝિટીવ ૧ કેસ : તંત્રમાં દોડધામ

0

કોરોનાનો વાયરસનું સંક્રમણ સતત થઈ રહ્યું હોય જેનાં પગલે જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સીટીનાં ૮ કેસો થયા હતાં જેમાંથી ૧ મહિલાનું મૃત્યું થયું હતું અને પ કેસો ડિસ્ચાર્જ થયાં છે જ્યારે બે દર્દીઓ ગઈકાલ સુધી સારવાર હેઠળ હતાં. આ દરમ્યાન આજે મળેલી માહીતી અનુસાર માણાવદર તાલુકાનાં કોઠારીયા ગામનાં એક પ૦ વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને આ દર્દીની કેસ હિસ્ટ્રી લેવામાં આવી રહી છે તેમજ કન્ટેઈન્મેન્ટ એરીયા અને બફર ઝોન એરીયા અંગેનું જાહેરનામું બહાર પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સંબંધિત આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર અત્યારે કોઠારીયા ગામે પહોંચી ગયું છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!