ચોમાસાની સિઝનમાં રસ્તા ઉપર આવતાં પુલિયા અને ડેમો અંગેની ચેતવણીનાં બોર્ડ તેમજ રેલીંગ લગાડવામાં નહીં આવે તો અકસ્માતનો ખતરો

0

દેશભરમાં ચોમાસું સક્રિય બનેલ છે અને જૂનાગઢ સહિત રાજયભરમાં ચોમાસાનો પ્રાથમિક વરસાદ સારો એવો પડ્યો છે. અઢીથી દસ ઈંચ જેવો વિવિધ વિસ્તારોમાં છેલ્લાં ૪ દિવસમાં વરસાદ પડ્યાનાં અહેવાલો છે. બીજી તરફ સ્ટેટ હાઈવે ઉપર આવેલાં નાલા-પુલીયા અને ડેમો ખાતે અકસ્માતનાં બનાવો બનવાની સંભાવના વધી જાય છે. ગઈકાલે બનેલાં બનાવ ઉપર એક નજર નાંખીએ તો માળીયા હાટીનાં તાલુકામાં તરશીંગડા ગામે મેઘલ નદીનાં પુલ ઉપરથી પસાર થતી વખતે બળદગાડા સાથે એક દંપતિ પાણીનાં પ્રવાહમાં તણાયું હતું. જેમાં દંપતિ ખંડિત થયું હતું અને મહિલાનો મૃતદેહ આજે ભાખરવડ ડેમમાંથી સવારે મળી આવતાં શોક છવાયો છે. તો બીજી તરફ ચોમાસાની સિઝન આવે ત્યારે અગાઉથી આમ જનતાને ચેતવણી મળે તે માટેનાં ભયજનક સુચના બોર્ડો જે તે પુલિયા, નદી-નાળામાં રાખવા જાઈએ અને જેને કારણે આવા અકસ્માત બનતા અટકી શકે. દર વર્ષે ચોમાસા દરમ્યાન કે અન્ય સિઝનમાં પણ રાત્રીનાં વખતે વાહન પસાર થતી વખતે શરતચુકથી અથવા તો અકસ્માતથી અથવા તો જે-તે બેઠા પુલ કે નાળા ઉપર રેલીંગ ન હોવાનાં કારણે પણ અકસ્માતનાં બનાવો બનતાં હોય છે અને નિર્દોષનાં મૃત્યુ થતાં હોય છે. વરસાદની સિઝનમાં ડેમોમાં પાણીનો પ્રવાહ ઉપરવાસમાંથી આવતો હોય છે અને કયારે આ પાણીનો પ્રવાહ આવે છે તે અંગે કોઈ નક્કી નથી હોતું પરંતુ ચેતવણીનાં જા બોર્ડ ડેમો, પુલિયા ઉપર લગાડવામાં આવ્યા હોય તો, લોકો થોડા સાવચેત રહે જેથી જૂનાગઢ જીલ્લાનાં તેમજ રાજયભરમાં આવેલા ડેમો અને પુલિયા અને નાળા ઉપર ચેતવણીનાં બોર્ડો લગાડવા એટલું જ નહીં જ્યાં પણ પુલ ઉપર રેલીંગ ન હોય તેવા પુલ ઉપર તાત્કાલીક અસરથી રેલીંગ ફીટ કરવાની માંગણી પણ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!