જૂનાગઢતાપી જિલ્લાના પાઠકવાડી ગામના તુલસીદાસ પટેલ નામના કલાશિક્ષકે લોકડાઉનના સમયે પોતાના ઘરે આદિવાસી શૈલીના વારલી પેઈન્ટીંગ દ્વારા કોરોના વિષયે અદભુત ચિત્રાંકન કર્યું છે. આ કલાકારે કોવિડ-૧૯ને કારણે ઉદભવેલી જનતા કર્ફયુથી લઇને લોકડાઉન સુધીની પરિસ્થિતનું વારલી પેઈન્ટીંગના માધ્યમથી અદભૂત સર્જન કરી, સરકારના તમામ દિશા-નિર્દેશને કલાત્મક ચિત્રમાં કંડારી સહેલાણીઓ માટે અનેરૂ આકર્ષણ ઉભુ કર્યું છે.સરકારશ્રીના દિશા-નિર્દેશ દ્વારા કોરોનાથી બચવાના ઉપાયો તરીકે મોં પર માસ્ક બાંધવો, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન તથા વાહન વ્યવહાર અટકી જતા પ્રદુષણમાં થયેલો ઘટાડો, સાથે સાથે કોરોના સામે જંગ લડવા આરોગ્ય, પોલીસ, સફાઇ કામદાર, ફાયર બ્રીગેડ તથા જિલ્લા વહીવટીના તંત્રના તમામ ફરજ બજાવતા કોરોના વોરિયર્સને બિરદાવતુ ચિત્ર પણ બનાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews