દિલ્હીમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહએ ઓલ પાર્ટી (સર્વપક્ષીય) મીટિંગ કરી હતી. બેઠકની ચર્ચા વિષે દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તાએ માહિતી આપી છે. ગુપ્તાએ જણાવ્યું કે, ટેસ્ટંગ ખર્ચમાં ૫૦ ટકાની છૂટ આપવાની ભાજપની માંગને ગૃહમંત્રીએ મંજૂરી આપી છે. ભાજપે સૂચન આપ્યું છે કે, હોસ્પિટલના ચાર્જ ફિક્સ કરવામાં આવે. આ વિશે શાહે એક કમિટી બનાવીને ૨ દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. શાહે એવું પણ કÌšં છે કે, દિલ્હી સરકાર ૨૦ જૂન સુધીમાં રોજના ૧૮ હજાર ટેસ્ટ કરવાના શરૂ કરશે. દોઢ કલાક ચાલેલી બેઠકમાં આપ, કોંગ્રેસ, ભાજપ અને બસપા નેતા સામેલ થયા હતા. સૂત્રો દ્વારા જણાવ્યું છે કે, કોંગ્રેસે આ ૩ માંગણીઓ મૂકી છે.
જેમાં ૧) તમામ લોકોને કોરોનાની તપાસ કરાવવાની સુવિધા મળવી જાઈએ, તે દરેક વ્યક્તિનો અધિકાર છે
૨) જે લોકો સંક્રમિત છે અથવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે, તેમના પરિવારોને ૧૦-૧૦ હજાર રૂપિયા આપવા જાઈએ.
૩) ચોથા વર્ષના મેડિકલ સ્ટૂડન્ટ્સની પાસે નોન-પરમેનેન્ટ રેસિડન્સ ડોક્ટર્સની જેમ કામ કરાવું જાઈએ. હેલ્થકેર સ્ટાફની અછતને ધ્યાનમાં રાખીને ચોથા વર્ષના ફાર્મસી અથવા ન‹સગ સ્ટૂડન્ટ પાસે પણ કામ કરાવી શકાય. સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોર્ટે હતું કે, કોરોના દર્દીઓની લાશો કચરાના ઢગલામાંથી મળી રહી છે, તો આ માણસો સાથે જાનવરો કરતાં પણ ખરાબ વર્તન છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews