કેશોદ ખાતે રહેતાં એક પરિવારનાં બહેનએ પોલીસમાં આ કામનાં આરોપી ડો.હિરેનભાઈ ડાંગર (નોકરી અર્બન હેલ્થ સેન્ટર કેશોદ)વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી બેન કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં એપ્રીલ ર૦ર૦થી નર્સ તરીકે નોકરી કરતા હોય ત્યારે આ કામનાં આરોપી હિરેનભાઈ ડાંગર ડોકટર તરીકે ફરજ બજાવતા હોય તેણે આ કામનાં ફરીયાદીબેનને સામે બેસવાનું કહેતાં ફરીયાદીબેન સામે બેસવા તૈયાર ન થતા આરોપીએ ફરીયાદીબેનનો હાથ પકડી છેડતી કરી તેમજ ખોટી રીતે હેરાન કરેલ અને ત્યારબાદ ગત તા.૮-પ-ર૦નાં રોજ પણ કેશોદ નગરપાલિકા ખાતે ફરીયાદીને તેમજ અન્ય સ્ટાફને આરોપીએ પોતાની સાથે એક ટેબલ ઉપર કામ કરવાનું કહેતા ફરીયાદીએ ઈન્કાર કરતાં આરોપી હીરેન ડાંગર ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને મારવા દોડતાં ફરીયાદી સાથેનાં સ્ટાફે આરોપી હીરેન ડાંગરને પકડી લેતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews