માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થુંકવા બદલ હવે હેડ કોન્સ્ટેબલ પણ દંડ ફટકારશે

0

જાહેર અને કામકાજના સ્થળોએ તેમજ વાહન વ્યવહાર દરમ્યાન માસ્ક નહીં પહેર્યો હોય કે કોઈપણ પ્રકારના કપડાથી ચહેરો નહીં ઢાંક્યો હોય તો રૂ.૨૦૦ નો દંડ વસૂલ કરવામાં આવશે. એટલું જ નહીં જાહેર સ્થળોએ થુંકવા બદલ અને પાનની પિચકારી મારવા બદલ પણ રાજ્ય સરકારે રૂ. ૨૦૦ના દંડની જોગવાઈ કરી છે. આ દંડની રકમ વસૂલ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશ્નર, કલેક્ટર, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસવડા હેઠળના રાજ્યના પોલીસ તંત્રને પણ સોંપવામાં આવી છે.  રાજ્યના પોલીસ તંત્રમાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હવે માસ્ક નહીં પહેરેલ હોય કે મોઢું નહીં ઢાંક્યું હોય તો અને જાહેરમાં થુંકવા બદલ દંડ લઇ શકશે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ અંતર્ગત જાહેરનામું બહાર પાડીને આ અંગેના આદેશો કર્યા છે. કોરોના વાયરસની અસર તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી વધુ અસરકારક બનાવવા આ પગલાં લેવાઈ રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!