જૂનાગઢમાં પેટ્રોલમાં રૂ. ર.૪૮ પૈસા અને ડિઝલમાં રૂ.ર.પ૮ પૈસાનો થયેલો વધારો, પ્રજાને વધુ એક ફટકો

0

કોરોનાનાં સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવ્યા બાદ દેશનાં અર્થતંત્રની સ્થિતિ સાવ બગડી ગઈ છે અને તિજારી પણ ખાલી થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકારે પોતાની તિજારીને સમતોલ કરવા પેટ્રોલ અને ડીઝલમાં
રૂ. રનો વધારો ઝીંકી દેતાં પ્રજાને વધુ એક ફટકો પડયો છે.
પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આમ પ્રજાને વધુ કરબોજનું ભારણ ઉઠાવવું પડી રહ્યું છે. ગઈકાલે મધ્યરાત્રીનાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવોમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં પેટ્રોલમાં ર.૪૮ પૈસાનો વધારો તેમજ ડિઝલમાં ર.પ૮ પૈસાનો વધારો નોંધાયો છે. ગઈકાલે પેટ્રોલનાં ભાવ ૭ર.૩૯ હતાં અને ડિઝલનાં ભાવ ૭૦.૬પ હતાં જયારે આજનાં દિવસે પેટ્રોલનો ભાવ ૭૪.૮૭ પૈસા અને ડિઝલનાં ભાવ ૭૩.ર૩ પૈસા રહ્યાં છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઃ લોકોમાં પ્રચંડ રોષ
ઓહોહો… રૂ. ૧૮નાં પેટ્રોલ ઉપર રૂ. ૪૯નો ટેકસ લાગે છે. દેશમાં રોજેરોજ વધતા સતત નવમાં દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થતાં લોકોમાં પ્રંચડ રોષ પ્રવર્તી રહયો છે. એક તરફ ક્રુડ સસ્તુ થાય તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલ મોંઘા થાય છે. ક્રુડ ઉપર ટેકસ અને વેટ ૬૯ ટકા જેવો લાગે છે.
૯ દિવસમાં પેટ્રોલમાં રૂ. પ વધ્યા તો ડીઝલમાં રૂ. પ.ર૬નો વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં રૂ. ૪૯.૪ર અને ડીઝલમાં રૂ. ૪૮.૦૯નો ટેકસ લાગે છે. ગુજરાત સરકારે પણ જીએસટીમાં બે રૂપિયાનો દર વધારતા પેટ્રોલીયમ પેદાશોમાં વધારો કરવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!