જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં જુગાર દરોડો રૂ. ૩.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે

0

જૂનાગઢનાં મધુરમ બાયપાસ નજીક શ્રીનાથ નગર સોસાયટીમાં બ્લોક નં.૧૦૩માં જુગાર રમાડાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ અને પોલીસ સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી ભીખાભાઈ માલદેભાઈ કાંબલીયા (આહીર)નાં પોતાનાં આર્થીક ફાયદા માટે પોતાનાં કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતાં ભીખાભાઈ માલદેભાઈ કાંબલીયા (આહીર, રહે.મધુરમ), અનિશ હનિફભાઈ ગામેતી (રહે.સુખનાથ ચોક), ભગવાનજીભાઈ ગોપાલભાઈ વીરપરીયા પટેલ (રહે.ઝાંઝરડા રોડ), મંજુબેન ભીખાભાઈ કાંબલીયા (આહીર, રહે.મધુરમ બાયપાસ), હેતલબેન જીગ્નેશભાઈ વઘાસીયા (રહે.ખામધ્રોળ રોડ), નયનાબેન ઈન્દ્રવદનભાઈ ટાંક કડીયાકુંભાર (રહે.જવાહર રોડ), સોનલબેન ગોવિંદભાઈ ખાખરીયા લોહાણા (રહે.રામેશ્વર જલારામ નગર જામનગર), ગીતાબેન ચમનલાલ વાંસજાળીયા પટેલ (રહે.ખોડીયાર કોલોની સુવિધા એપાર્ટમેન્ટ જામનગર), સીતાબેન અનિલભાઈ માંગવાણી (રહે.જવાહર રોડ, જૂનાગઢ) સહિતનાઓને કુલ રૂ.૩,૩૪,૦૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!