જૂનાગઢ જીલ્લામાં છુટોછવાયો વરસાદ, ભેંસાણમાં ૧.પ, માંગરોળમાં ૧ ઈંચ


જૂનાગઢ જીલ્લામાં ચોમાસાનું વિધીવત આગમન થઈ ચુકયું છે. પરંતુ હજુ હેલી સ્વરૂપે મેઘરાજાએ જમાવટ કરી નથી. ગઈકાલે જીલ્લામાં છુટોછવાયો વરસાદ પડયો હતો. જેમાં કેશોદમાં પ મીમી, જૂનાગઢમાં ૧૧ મીમી, ભેંસાણમાં ૩૬ મીમી, મેંદરડામાં પ મીમી, માંગરોળમાં ર૭ મીમી, માળીયા હાટીનામાં ૮ મીમી, વંથલીમાં ૬ મીમી અને વિસાવદરમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. જા કે રાત્રી દરમ્યાન જીલ્લામાં કયાંય પણ વરસાદ પડયો ન હતો. આજે તા. ૧૬નાં સવાર સુધીમાં જીલ્લામાં સીઝનનો સરેરાશ કુલ ૧૧૯ર મીમી એટલે કે ૧૩.પ૦ ટકા વરસાદ વરસી ચુકયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!