કોરોના નામના વિષાણુથી સમગ્ર માનવજાત ભયભીત બનીને ઘરમાં બેસીને એના અનેક ઉપાયો શોધી રહી છે. લોકડાઉનનાં ૬૦ દિવસોમાં અનેક વિટંબણાઓ આપણી સામે આવીને નિઃસહાય બનાવી દીધા છે. આવી વિષમ પરિસ્થિતિમાં આપણે પણ બાકાત રહી શક્યા નથી. સમગ્ર માનવજાતના અસ્તત્વ સામે બાથ ભીડનારા આવા કપરા કાળમાં કોરના યોધ્ધાઓને બિરદાવવા કલા પ્રતિષ્ઠાને એક નાનકડા કલા યજ્ઞની શરૂઆત કરી હતી. ભારતીય કલા સંસ્કૃતિની ધરોહરને જીવતી અને જાગતી રાખનારા કલાસાધકો ભારતીય મૂલ્યોના મૂળાક્ષર બની ગયા છે.. લોકડાઉનનાં સંપૂર્ણ નિયમો પાળીને ઘરના આંગણે બેસી ને સત્યમ્.. શિવમ્.. અને સુંદરમ્ની શાશ્વત ભારતીય કલાની મૂળ વિચારધારાને અનુસરીને બાવન કલા સાધકોએ આ કોરોના યોદ્ધાઓની ગૌરવગાથાને રંગોથી કેનવાસ ઉપર ઢાળીને સપ્તરંગી સામ્રાજ્ય ખડું કર્યું છે. આવા કપરા સમયમાં કલા પ્રતિષ્ઠાને કલાકારોની પડખે ઊભા રહીને હુંફ અને પ્રેમ આપીને પારિવારિક શુભ ભાવનાથી રૂપિયા ૩ લાખ ૧૧ હજાર રોકડ રાશિ કલાગુરૂ જશુભાઈ નાયક કલાનિધી ફંડ અને ચિત્રકાર કાંતિસેન શ્રોફ આર્ટ ફાઉન્ડેશનના સહયોગથી મહાપ્રસાદના ઉમદા ભાવથી અર્પણ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews