જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં બનાવો

જૂનાગઢના જાષીપરા વિસ્તારમાં રહેતા વીણાબેન પ્રાણશંકર દવે (ઉ.વ. પપ વાળા) બી.પી., ડાયાબીટીસ તથા કીડનીની બિમારીને કારણે સારવાર હેઠળ હોય તે દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે.
ગળા ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગામના જીતેશભાઈ કાળાભાઈ લાડાણી (ઉ.વ. ૩પ)એ કોઈપણ કારણસર પોતાની જાતે ગળા ફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે બી ડિવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હાર્ટએટેકથી મૃત્યુ
માણાવદર તાલુકાના કોડવાવ ગામનાં ભીમાભાઈ વીરાભાઈ નંદાણીયાનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાણવા મળેલ છે.
જયારે માંગરોળનાં રિઝવાન કાસમભાઈ કાલવાત (ઉ.વ. ૧૬) પોતાના ઘરે ઈલેકટ્રીક લેમ્પ બદલાવતા હતા ત્યારે ઈલેકટ્રીક શોર્ટ લાગતાં તેનું મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!