સુપ્રિમ કોર્ટે નાણા મંત્રાલય અને રિઝર્વ બેંકના અધિકારીને એક મીટીંગ કરવા કહ્યું છે જેનાથી એ નિર્ણય કરી શકાય કે ૩૧ મી ઓગષ્ટ સુધી ૬ મહિનાના સમયગાળાની મોકુફી દરમ્યાન બેંકો દ્વારા ઈએમઆઈ ઉપર વ્યાજ વસુલ કરી શકાય કે નહી.
સુપ્રિમ કોર્ટે સ્પષ્ટરૂપે કહ્યું કે વ્યાજ માફ કરવા માટે નહી પણ ટાળવા માટે કહી રહી છે. સુપ્રિમ કોર્ટે ૧૭ જૂન સુધી આ સુનાવણી મોકુફ રાખી હતી સુપ્રિમ કોર્ટે કહ્યું કે પ્રશ્ન વ્યાજ ઉપર વ્યાજ સુધી સિમિત છે પણ એ નહી કે વ્યાજ ૬ મહિનાની ઈએમઆઈ મોકુફ રખાયેલ સમય માટે સંપૂર્ણરૂપે માફ કરાયું છે કે નહી. એસબીઆઈએ કહ્યું છે કે બધી બેંકોનો વિચાર છે કે વ્યાજ ૬ મહિનાની ઈએમઆઈની મોકુફી સમય માટે માફ કરી શકાય નહી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews