જૂનાગઢમાં પાસા હુકમની બજવણી કરવા જતાં ફરજમાં રૂકાવટ અને સરકારી મિલ્કતને નુકશાન કર્યાની ફરિયાદ

જૂનાગઢ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.ડી. વાઢેરે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, મોહસીન ઉર્ફે હોલે-હોલે ફીરોજભાઈ મલેક (ઉ.વ.રપ, રહે. સુખનાથ ચોક, જૂનાગઢવાળા, વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે. આ કામના આરોપીએ જિલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢના હુકમના ડીએમ/ડીટીએન/પાસા/ર૦/ર૦ર૦ તા. ર૧-પ-ર૦ર૦થી પાસા મંજુર થયેલ હોય જે પાસા હુકમની બજવણી કરતા હતા. તે દરમ્યાન મજકુર આરોપીએ ઉશ્કેરાઈ જઈ, જેમ ફાવે તેમ ગાળો બોલી સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી તથા સાહેદની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ટેબલ ઉપરના પેપર વેઈટથી ટેબલનો કાચ તોડી નાંખી રૂ. ૧૦૦૦ની સરકારી મિલ્કતનું નુકશાન કરેલ છે. આ અંગે એ ડિવિઝન પીએસઆઈ આર.જી. મહેતાએ વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!