જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી તેમાં જણાવાયું છે કે, રાજય સરકાર દ્વારા જૂનાગઢ ગ્રીન ઝોનમાંથી ડ્રાઈવર સાથે એમ્બ્યુલન્સ અને શાળા આરોગ્યમાં ફરજ બજાવતા ડોકટરો રેડ ઝોન અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સેવામાં લઈ જવાનો સીલસીલો ચાલુ કરેલ છે તેથી જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, ચોરવાડ, બીલખા વગેરે તાલુકાઓમાં લોકોને મળતી આરોગ્ય સુવિધાઓ છીનવાશે. અમદાવાદથી તે સ્ટાફ પરત જૂનાગઢ આવશે ત્યારે તેને કવોરન્ટાઈનની જરૂરત પડશે તેમજ સ્ટાફને કવોરન્ટાઈન કરાયા બાદ પણ કોરોના વાયરસનો ચેપ લાગવાની શકયતા હોય જૂનાગઢ જિલ્લાના લોકોનાં હિતને ધ્યાને લઈ લોકોને મળતી આરોગ્ય સેવાઓ નહીં છીનવવા રજૂઆત કરી હોવાનું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નટુભાઈ પોકીયા અને મહામંત્રી વી.ટી. સીડાની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews