સતત દસમાં દિવસે દેશમાં તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાયો હતો. મંગળવારની સમીક્ષા બાદ લિટર દીઠ પેટ્રોલનાં ભાવમાં ૪૭ પૈસા અને ડીઝલનાં લીટર દીઠ ભાવમાં પ૭ પૈસાનો વધારો થયો હતો. લોકડાઉનનાં કારણે સરકારની મહેસૂલ આવક ઘટતા ઈંધણની કિંમતો હજુ વધાવાની શકયતા છે. આંતરરાષ્ટ્રીય બજારૂમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થવા છતા દેશમાં આજે સતતા દસમાં દિવસે પેટ્રોલ-ડીઝલનનાં ભાવમાં વધારો થયો છે. તેલ કંપનીઓએ સતત દસમાં દિવસે કિંમતોમાં વધારો કર્યો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલનો ભાવ વધીને ૭૬.૭૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. તો ડીઝલનાં ભાવમાં પણ વધારો થયો છે. ડિઝલનો ભાવ મંગળવારે ૭પ.૧૯ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે, જયારે સોમવારે તેનો ભાવ ૭૪.૬ર રૂપિયા હતો. તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૭૪.૩૩ અને ડીઝલનો ભાવ ૭ર.૬૭ રૂપિયા થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલ ૮૩.૬ર રૂપિયા અને ડીઝલ ૭૪.૧૧ રૂપિયા પ્રતિ લીટર છે. તો ચેન્નઈમાં એક લીટર પેટ્રોલ ૮૦.૩૭ અને ડીઝલ ૭૩.૧૭ રૂપિયા છે. કોલકતામાં પેટ્રોલની કિંમત ૭૮.પપ અને ડીઝલની કિંમત ૭૦.૮૪ રૂપિયા પહોંચી ગઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews