અર્થતંત્ર ફરીથી બેઠું થવાના યોગ્ય માર્ગે આગળ વધી રહ્યું છે : વડાપ્રધાન મોદી

0

દેશના તમામ રાજયોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન થાય તે પહેલાં વડાપ્રધાન નરેનદ્ર મોદીએ ગઈકાલે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન બાદ તદ્દન ઠપ્પ થઈ ગયેલું દેશનું અર્થતંત્ર હવે વિકાસના માર્ગે ગતિ પકડી રહ્યું છે. અનલોક-૧ શરૂ થયાના બે અઠવાડીયા પસાર થઈ ગયા છે જે દરમ્યાન આપણને અનુભવ મળેલ છે તેનો ભવિષ્યમાં લાભ મળી શકશે. તેમણે જણાવ્યું હતું કે જેટલી હદે આપણે કોરોના વાયરસના સંક્રમણને રોકીશું એટલી જ ઝડપે અને એટલી જ હદે આપણું અર્થતંત્ર ખુલ્લું થતું જશે, આવકના સ્ત્રોત ખુલ્લાં થતાં જશે. કોવિડ-૧૯ની બિમારીનો ભોગ બનેલા લોકોને સાજા થવાનો દર પ૦ ટકા ઉપર પહોંચી ગયો છે અને સાજા થનારા લોકોની સંખ્યા એકટીવ કેસોની સરખામણીમાં વધી છે. રાજયનાં મુખ્યમંત્રીઓના નિરીક્ષણ હેઠળ આ દિશામાં ઘણું કામ થઈ રહેલ છે તેથી વેપાર, ઉદ્યોગ પહેલાંની માફક જ ગતિ અને વેગ પકડશે. જા કે, મુલ્યોની શ્રૃંખલા ઉપર હજુ વધુ કામ કરવું પડશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!