જૂનાગઢમાં ઠપકો આપવા જતાં તલવાર વડે હુમલો

જૂનાગઢમાં રામદેવપરા સકક્કરબાગ પાસે રહેતા સાબીરભાઈ મહોદભાઈ સીડા (ઉ.વ. ૪૦)એ સોહિલ મંગરભાઈ સમા (રહે. રામદેવપરા, જૂનાગઢવાળા) વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરિયાદીના બે વર્ષના દિકરાને માર મારેલ અને મોટા દિકરા અલી (ઉ.વ. પ વાળા)ની મસ્તી કરતો હોય જેથી ફરિયાદીએ આરોપીને આમ નહીં કરવા જણાવી ઠપકો આપતાં તે મનદુઃખના કારણે આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી, ઉશ્કેરાઈ જઈ, ફરિયાદીને માથામાં તલવારનો એક ઘા મારી દઈ ઈજા કરી, ફરિયાદી પડી જતાં ડાબા હાથમાં કોણીના ભાગે મું ઈજા કરી મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત ફરિયાદ નોંધાતાં એ ડિવીઝનના પીએઆઈ વી.આર. ચાવડાએ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!