જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વંથલીના શાપુર અને મેંદરડા તાલુકાના ઈટાળી ગામ સહિત કેટલાક વિસ્તારોમાં જારદાર વરસાદ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું અને અડધા કલાકમાં વૃક્ષો, થાંભલા ધરાશાયી થયા હતા. ગઈકાલે સાંજે ૪.૪પ થી પ.૩૦ દરમ્યાન વંથલી તાલુકાના શાપુરથી મેંદરડા તાલુકાના ઈટાળી પંથકમાં જારદાર પવન સાથે વરસાદ તૂટી પડયો હતો અને અડધા કલાકમાં ૩ ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢના વાડલા ફાટકથી શાપુર સુધીમાં તેમજ મેંદરડાથી ઈટાળી સુધીનાં રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થયા હતા તેથી જૂનાગઢ-વંથલી હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો જા કે, પોલીસે ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. તેવી જ રીતે ઈટાળીના સરપંચ મનસુખભાઈ મકવાણાએ જેસીબી બોલાવી રોડ ઉપરથી વૃક્ષો અને વીજ પોલ દૂર કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જયારે કેશોદમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને અજાબમાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. ગઈકાલે કેશોદમાં ૭ મીમી, મેંદરડામાં ૧૧ મીમી, માળીયાહાટીનામાં ર૩ મીમી અને વંથલીમાં ૮ મીમી વરસાદ ફલડ કંટ્રોલમાં નોંધાયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews