શિક્ષણનાં હબ તરીકે ઓળખાતાં જૂનાગઢ જીલ્લાનું ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ અત્યંત નબળું !

0

ગત સોમવારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતાં ગુજરાત રાજયમાં સૌથી નીચું પરિણામ જા કોઈ જીલ્લાનું હોય તો તેમાં જૂનાગઢ જીલ્લાનું અત્યંત નબળું પરીણામ આવતાં વાલીઓને એક વખત ચિંતિત અને વિચારતા કરી મુક્યાં છે. સારી સ્કુલો અને સારૂં શિક્ષણ પ્રાપ્ત થતું હોય તેવી મોટી ગુલબાંગો અવારનવાર ફેંકવામાં આવે છે. જૂનાગઢ શિક્ષણનું હબ છે તેવી બુલબાંગો પોકારાય છે તેવાં શિક્ષણનાં આ વ્યવસાયમાં પડેલાં લોકોની વાતો કેટલી સાચી છે. તે અંગે પણ વાલીઓમાં ચર્ચાઓ થઈ રહી છે. મોટી ફી ભરવા છતાં પણ પોતાનું બાળક જ્યારે સામાન્ય પ્રવાહમાં પણ ઉંચી ટકાવારી પ્રાપ્ત કરી શકતું નથી ત્યારે વાલીઓ ચિંતામાં મુકાય ગયાં છે.
ગુજરાતનાં મહત્વનાં જીલ્લા તરીકે જૂનાગઢ શહેર અને જીલ્લો સાંસ્કૃતિક બાબત હોય, ઐતિહાસીક બાબત હોય કે પ્રવાસન કેન્દ્રો, આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર સતતને સતત તેની આગેકુચ રહી છે અને થોડો વખત ઉંચા પરિણામ જૂનાગઢ શહેરની કેટલીક શાળાઓનાં આવતાં હોવાનાં કારણે જૂનાગઢ શહેર અને જીલ્લો શિક્ષણનું મોટું હબ બની ગયું હોય તેવું છેલ્લાં ૧૦ વર્ષથી ચર્ચાઈ છે અને લોકોને પણ મગજમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે સારૂં શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો જૂનાગઢ શહેર અને જીલ્લો જ એક માત્ર કાર્યરત છે અને આવી બધી બાબતોને લઈ આજથી રપ વર્ષ પહેલાં જૂનાગઢ શહેરમાં શિક્ષણ સંસ્થાઓ, ટયુશન કલાસીસોનો ધીમે-ધીમે પ્રારંભ થયો અને સમય જતાં આજે જેમ પાનની દુકાનો ગલીએ-ગલીએ છે તેમ શેરીઓ, ગલીઓ, ખેતરોમાં મોટા-મોટા સંકુલો શિક્ષણ સંસ્થાઓનાં કાર્યરત બની ગયાં છે. મોટાભાગની સ્કુલો વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી વસુલ કરતી હોય છે. સાથે અમુક સ્કુલોમાં તો હોસ્ટેલની પણ વ્યવસ્થા છે અને જૂનાગઢ જીલ્લાનાં ગામડાઓમાંથી પણ આવનારા વિદ્યાર્થીઓ જે-તે સ્કુલ અને તેની હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે છે. આ વર્ષે કોરોના મહામારીનાં સંક્રમતિકાળમાં શિક્ષણ તંત્ર ખોરવાઈ ગયું હતું. તેમજ પરિક્ષાઓ કયારે લેવી તે પણ નિશ્ચિત નહતું. તેવા સમયગાળામાં વિદ્યાર્થીઓ પણ અસમંજભરી પરિસ્થિતિમાં વિચારતાં કરી મુક્યાં છે. પરંતુ એક બાબત તો નિશ્ચિત હતી જ કે જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી જ અત્યાર સુધી ઉંચી ટકાવારી સાથે પાસ થતાં હતાં તેવા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડી ન હતી અને તેઓએ પોતાનું સ્થાન જાળવવ્યું છે. પરંતુ ૧૦૦ વિદ્યાર્થીઓમાં આવા વિદ્યાર્થી ૧૦ થી ૧પની સંખ્યામાં નીકળતાં હોય છે. જયારે અન્ય વિદ્યાર્થીઓનો મોટો આધાર તેમને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન જા પુરૂં પાડવામાં આવે તો જ તેનાં ઉપર આધાર રહેલો હોય છે. ત્યારે જૂનાગઢમાં કેટલીક શિક્ષણ સંસ્થાઓ, કેટલાક ટયુશન કલાસીસો સતતને સતત પોતાની પબ્લસીટી કરતાં હોય, ઠેક-ઠેકાણે હોર્ડીંગનાં બોર્ડ મારતા હોય અને સૌથી સારૂં શિક્ષણ જા કોઈ આપતું હોય તેવા બણગાં ફુંકનારા આ શિક્ષણ સંસ્થાનાં સંચાલકોને આ વખતે મોભે પાણી આવી ગયાં હોય તેવી હાલત સર્જાણી છે અને જેનું પરિણામ ધો.૧રનાં સામાન્ય પ્રવાહ તથા ધો. ૧૦નાં પરિણામથી ફલિત થાય છે. અમુક સ્કુલો તો ટયુશન કલાસીસોને કોન્ટ્રાકટથી આપી દીધી હોય તેવી શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે. વિશેષમાં સને ર૦૧પથી લઈ અને ર૦ર૦ સુધીનાં શિક્ષણનાં ગ્રાફ ઉપર એક દૃષ્ટિ કરવામાં આવે તો શિક્ષણનું સ્તર સતતને સતત ધો.૧૦-ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ અને ધો.૧ર સામાન્ય પ્રવાહમાં નીચું જઈ રહ્યું હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી છે. આજે લોકડાઉનનાં કારણે લોકોનાં ધંધા-રોજગાર ખોરવાઈ ગયાં છે. આર્થિક મંદીનું વાતાવરણ પણ સર્જાયું છે તેવા સંજાગોમાં પણ સરકારની સ્પષ્ટ સુચના હોવા છતાં પણ કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ફીનાં ઉઘરાણાં કરે છે તેવી અનેક ફરીયાદો વાલીઓમાં પણ ઉઠવા પામી છે.સૌથી મોટી વાત એ છે કે આજે જૂનાગઢ શહેર અને જીલ્લાની અનેક શાળામાં જૂનાગઢ સીટીનાં તેમજ બહારગામથી અભ્યાસ કરવા આવતાં અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની હાલત પણ કાંઈ સારી નથી અને અનેકવાર તો એવું પણ બને છે કે સાપે છંછુદર ગળ્યાં જેવી સ્થિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓની થઈ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જૂનાગઢ શહેર અને જીલ્લાનું વાલીમંડળ પણ આ બાબતને નજર અંદાજ કરી રહ્યું છે અને અભ્યાસમાં જૂનાગઢ શહેરનું નામ દિવસે-દિવસે કથળી રહ્યું હોવાની સત્ય ઘટના સામે આવી રહી છે ત્યારે હવે શિક્ષણનું જે હબ ગણાતું જૂનાગઢ શહેરની છબી પણ ખરડાઈ છે ત્યારે નવા શૈક્ષણિક સત્રથી જૂનાગઢ શહેર અને જીલ્લાની શાળાઓ અને તેનાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ખુબ જ સારી રીતે શિક્ષણનો ગુણવતાવાળો અભ્યાસક્રમ પુરો પાડે તેવી માંગણી ઉઠી છે તો બીજી તરફ ટયુશન કલાસીસોની હાલત પણ ખાસ વખાણવા લાયક ન ગણી શકાય. જે ઝળહળતી સફળતાનાં ગાણાં ગાવામાં આવે છે એવી શૈક્ષણિક સંસ્થા અને તેનાં ટયુશન કલાસીસનાં વિદ્યાર્થીઓ પણ કાંઈ ઉકાળી શક્યા નથી તે પણ એટલી જ બાબત સત્ય છે. અધુરામાં પુરૂં હોય તેમ આ વર્ષે પ્રાથમિક શિક્ષણથી લઈ અને ઉચ્ચ સ્તર સુધીનાં શિક્ષણમાં ઓનલાઈન ભણતરની કામગીરી શરૂ થઈ છે અને આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરીય સુચના અનુસાર શાળાઓ, કોલેજા શરૂ કરવાની છે તેમાં પણ ઓડઈન વન અને ઓનલાઈન શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવવાનો છે ત્યારે વિદ્યાર્થીઓને માટે ભણવું કે ભણવાનું મુકી દેવું તેવી વિટંબણાં પણ વાલીઓમાં સર્જાણી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!