માળીયા હાટીના તાલુકામાં તરશીંગડા ગામ નજીક જમીનનાં પૈસા રાખી લઈ અને બાદમાં યુવાનને મારી નાખી અને તેની લાશને કૂવામાં નાખી દીધી હોવાની ફરિયાદ મૃતકના ભાઈએ માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જેતપુર ખાતે રહેતા દેવરાજભાઈ કેશવભાઈ મકવાણા (ઉ.વ. ૬૦)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧ર-૬-ર૦ર૦ના રોજ ફરિયાદીના નાનાભાઈ મહેન્દ્ર મકવાણાની જમીનનો દસ્તાવેજ કરવા માટે તરશીંગડા ગામના જતીન મનસુખભાઈ કાસુન્દ્રા અને તેને મદદ કરનાર અન્ય ઈસમો સાથે મહેન્દ્રભાઈ મકવાણા માળીયાહાટીના ગામે ગયા હતા અને મહેન્દ્રભાઈ મકવાણાએ પોતાની જમીનનો દસ્તાવેજ કરી આપ્યા બાદ જમીન વેંચાણ લેનાર ભગવાનજીભાઈ સગર (રહે. કેરાળાવાળા) એ રૂ. ર૭,૪૭,૦૦૦ રોકડ આપેલ તે કાળા કલરના થેલામાં ભરી અને મહેન્દ્રભાઈ મકવાણા તથા જતીન મનસુખભાઈ કાસુન્દ્રા માળીયાથી તરશીંગડા જવા નીકળ્યા હતા અને ત્યારબાદ આરોપીએ કાવતરૂં રચી અને રૂપિયા માટે થઈ ફરિયાદીના ભાઈ મહેન્દ્ર મકવાણાને મારી નાખી તેની લાશ કૂવામાં નાખી અને જમીન વેંચાણના રૂપિયા રાખી લીધા હોવાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ માળીયાહાટીના પોલીસચોકીના પીએસઆઈ એચ.વી. રાઠોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews