જૂનાગઢ શહેર અને જીલ્લામાં માસ્ક નહીં પહેરનાર સામે રૂ. રપ હજારનો દંડ વસુલતી પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી માસ્ક ફરજીયાત પહેરવા, વેપાર ધંધા સાંજના કલાક ૭ વાગ્યા સુધી જ ચાલુ રાખવા છૂટછાટ આપેલ હોય અને રાત્રીના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય, જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકો માસ્ક પહેરતા નહીં હોવાની તેમજ રાત્રીના ૯ વાગ્યા બાદ લોકો બિનજરૂરી બહાર ફરતા હોવાની ફરિયાદો મળતા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને હાલમાં માસ્ક નહીં પહેરનારને હેડ કોન્સ્ટેબલ અને ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ દંડ કરવાની સત્તા આપેલ હોય જે અંગે પણ કડક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે.
લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ માસ્ક નહીં પહેરતા લોકો જાહેરનામાનો ઉલ્લંઘન કરી, માસ્ક નહીં પહેરતા લોકો ઉપર કાર્યવાહી કરવાના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા તાલુકા, ભવનાથ સહિતના પોલીસ સ્ટેશનના પી.આઇ., પી.એસ.આઈ. તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી શહેર વિસ્તાર તથા જિલ્લામાં પોલીસ દ્વારા ગાંધી ચોક, આઝાદ ચોક, મજેવડી ગેટ, એસ.ટી.સ્ટેન્ડ વિસ્તાર, દોલતપરા, ભવનાથ, વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તથા ચેકીંગ હાથ ધરવામાં આવતા, લોકો દ્વારા માસ્ક પહેરવાનું શરૂ કરી દેવામાં આવેલ હતું. જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમ જ દિવસે માસ્ક નહીં પહેરેલા લોકોને પકડી પાડવા માટેની સ્પેશ્યલ ખાસ ડ્રાઈવ તથા પેટ્રોલીંગ દરમ્યાન શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪૦,
બી ડિવિઝન ૨૦, સી ડિવિઝન ૧૫, ભવનાથ ૧૭, તાલુકા ૫, વિસાવદર ૧૦, મેંદરડા ૧૦ સહિત આશરે ૧૨૫ જેટલા લોકોને માસ્ક વગર ફરતા પકડી પાડી, આશરે રૂ. ૨૫,૦૦૦ જેટલો દંડ વસૂલી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. શહેર વિતારમાં માસ્ક વગર ફરતા લોકો અને ભવનાથ વિસ્તારમાં પણ દર્શનાર્થે આવતા લોકોને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ફરી, માસ્ક પહેરવા તાકીદ કરવામાં આવેલ હતી.
લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ માસ્ક નહીં પહેરતા, સાંજના સાત વાગ્યા બાદ જાહેરનામાનો ઉલ્લંઘન કરી, પોતાની લારીઓ ચાલુ રાખતા નાસ્તાની લારીઓ તથા દુકાનો ઉપર કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે. ઉપરાંત રાત્રીના કલાક ૯ વાગ્યા બાદ કામ વગર ફરતા લોકો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!