જૂનાગઢ શહેર, જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન


પેટ્રોલ, ડિઝલ અને ગેસ સિલીન્ડરના ભાવમાં સતતને સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે આ ભાવવધારાના વિરોધમાં આજે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીચોક સુધીની પદયાત્રા બાદ દેખાવો કરવામાં આવ્યા હતા અને હાલ કોરોનાની મહામારી, લોકડાઉન અને આર્થિક મંદીના સમયગાળામાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં થઈ રહેલા ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોકીયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિતરહ્યા હતા.

error: Content is protected !!