ગુજરાતમાં રાત્રીનાં ૯ થી પ કર્ફયુ ગેરવ્યાજબી અને બિનઅસરકારક છે : ભરતભાઈ રાવલ

0

જૂનાગઢનાં જાણીતા એડવોકેટ અને નોટરી ભરતભાઈ રાવલે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તેમજ ભારતનાં વડાપ્રધાનશ્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને હાલનાં સંજાગોમાં રાત્રીનાં ૯ થી પ સુધીનાં કર્ફયુ જાહેર કરેલ છે તે અંગે ફેરવિચારણા કરી અને મુકિત આપવા તેમજ અન્ય કોઈ પગલા લેવાની માંગણી કરી છે. આ પત્રમાં ભરતભાઈ રાવલે રજુઆત કરતાં જણાવેલ છે કે સમગ્ર ભારત દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના નામના કોવિડ-૧૯એ સમગ્ર દેશ અને દુનિયામાં જયારે હલચલ મચાવી દીધેલ છે. અને જયારે કોરોનાના કારણે સમગ્ર દેશ અને દુનિયાના અને લાખો અને હજારોની સંખ્યામાં કોરોનાગ્રસ્ત બને છે. સંખ્યાબંધ લોકો મૃત્યુંના મુખમાં હોમાય છે. અને જયારે કોરોનાની શરૂઆતના સમય બાદ લોકોને કોરોનાની મહામારીમાંથી બચાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉનનું પગલું ભરેલું અને ત્યારબાદ વારંવાર લોકડાઉનના સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલ અને આ નિર્ણયનાં કારણે શરૂઆતમાં કોરોનાનો વધારો હળવો થયેલ આ પગલાનો એકમાત્ર ઉદેશ લોકો કોરોનાગ્રસ્ત ન થાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જાન હે તો જહા હૈ’નું સુત્ર આપેલું અને કોરોનાથી બચવા માટે અનેક લોક જાગૃતિનાં કાર્યક્રમો હાથ ધરેલા જેમ કે દરેક વ્યકિતએ માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, કામ વગર ઘરની બહાર ન નીકળવું અને વિજ્ઞાનીક અને ધાર્મિક રીતે પણ કોરોનાને ભગાડવા માટે થાળી નાદ, શંખ નાદ, તાળી નાદ, દિપ પ્રાગટય વિગેરે પગલા ભરેલા અને આ દરેક પગલાનો અમલ કરવા નાના ગામડાથી માંડી શહેરીજનોએ તથા ગરીબ વર્ગથી માંડી તવગર સુધી પુરેપુરો પ્રયત્નો કરેલા અને લોકોને એક આશા જાગેલી કે આ તમામ પગલાથી કોરોનાનો નાશ થશે પરંતુ કોરોનાનો નાશ થયેલ નથી. અને લોકોમાં તથા ગરીબ વર્ગ અને શ્રમજીવીઓ અને મધ્યમવર્ગનાં લોકોને રોજીરોટી માટે શું કરવું તે માટેનો એક ભયનો માહોલ ઉભો થઈ ગયેલ જેનાં કારણે તા. ૧-૬-ર૦થી અનલોક-૧નું નામ આપી અમુક ધંધા-રોજગાર માટે તથા દુકાનો ખોલવા, ઉદ્યોગો ખોલવા, ખાનગી વાહન તથા જાહેર વ્યવહાર ચાલુ કરવા માટેની છુટ આપવામાં આવેલ છે અને જેમાં ૧પ દિવસમાં સમગ્ર દેશમાં કોરોનાનું પ્રમાણ વધવા લાગેલ છે. અને મૃત્યુનાં દરમાં પણ વધારો થવા લાગેલ છે. ત્યારે હવે શું નિર્ણય કરવો તે ગંભીરપૂર્વક વિચારણા હેઠળ છે વિશેષમાં રાત્રે ૯ થી પ સુધી કર્ફયુ અંગેનું ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પડેલ છે. અને નિયમના ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરેલ છે તે ગેરવ્યાજબી અને બિનઅસરકારક છે તેમ જણાવી તેનાં કારણોની રજુઆત કરતાં ભરતભાઈ રાવલે જણાવેલ છે કે સવારે પાંચથી રાત્રીનાં ૯ વાગ્યા સુધી જે છુટછાટો આપવામાં આવેલ છે તે સમય દરમ્યાન લોકોને ભીડવાળી જગ્યાએ પણ હળવા મળવાનું થતું હોય છે. અને લોકો મળતા હોય છે જેથી કોરોનાના સંપર્કનાં કારણે જે અસર થી હોય તે મોટાભાગે સવારે પ થી રાત્રીનાં ૯ વાગ્યા સુધી થાય તેવું સ્પષ્ટ જણાય આવે છે. રાત્રીનાં ૯ થી પ દરમ્યાન લોકોની ભીડ ઓછી થતી હોય છે. જેથી રાત્રીનાં જાહેરનામાનાં અમલનો હેતુસર થતો નથી. અને કોરોનાનું પ્રમાણ ન વધે તે જ હેતુ હોય છે. તો રાત્રી કરતા દિવસમાં કોરોનાનો ભય વધારે ઉભો થતો હોય છે.
આ ઉપરાંત રાત્રીનાં સમયમાં લોકો જરૂરી કામ સબબ બહાર નીકળતા હોય છે અને રાત્રીનાં સમયે જાહેરનામાની અમલવારી લોકોમાં સગવડતાને બદલે અગવડતા ઉભી થાય છે. અને આ રાત્રીનાં જાહેરનામાં દરમ્યાન કોઈ વ્યકિત બિમારી સબબ નીકળે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જેથી બિમારીનું ખોટું બહાનું દર્શાવી બહાર નીકળે છે જેની જાહેરનામાનો મુખ્ય હેતુ જળવાતો નથી. રાત્રીનાં સમયે એસટી બસો અને ખાનગી વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ લાગુ પડેલ છે જેથી પણ ખુબ અગવડ પણ થાય છે. અને જાહેર તથા ખાનગી વાહન વ્યવહારને ખુબ જ આર્થિક નુકશાન થાય છે. અને આ રીતે જાહેરનામાનો મુળભુ હેતુ છે અને તેનો કોઈ અર્થ રહેતો નથી. દિવસ દરમ્યાન કોરોનાનો ભય હોય છે જે રાત્રીનાં સમયે ટ્રાફીક તથા ભીડ ઓછી હોય જેથી રાત્રીનાં સમયના જાહેરનામાનો અમલ કરવો જરૂરી નથી. રાત્રીનાં સમયનાં જાહેરનામાને કારણે ખાસ કરી પોલીસ વિભાગને પણ વધારે પડતા ઉજાગરા કરવા પડે છે અને સરકારી તિજારી ઉપર ખોટું આર્થિક ભારણ ઉભું થાય છે. તેમજ જાહેરનામાનાં ભંગનાં ગુન્હા દાખલ થાય તો પોલીસ તથા કોર્ટનું ખોટું ભારણ વધે છે. વિશેષમાં ગુજરાત સરકારે લોકડાઉન દરમ્યાન જે જાહેરનામાનાં ભંગનાં ગુન્હા બનેલ છે તેનો હળવાસથી નિકાલ કરવો તેવી વિચારણા હેઠળ છે. જેથી રાત્રીનાં સમયનાં નવા ગુન્હા નોંધાય તેનો અર્થ રહેતો નથી. અને રાત્રીનો કર્ફયુ જરૂરી નથી. તેમજ બહાર ગામથી આવતા અપડાઉન કરતા કર્મચારી અને સરકારી નોકરીયાતને સમયસર પહોંચવામાં તકલીફ થાય છે. જેથી પણ જાહેરનામાનો હેતુ રહેતો નથી. જેથી રાત્રીનાં ૯ થી પ વાગ્યા સુધીનાં ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડેલ છે તેની અમલવારી કરવાનું ચુસ્તપાલન કરવાનું અમલ કરેલ છે તેમાં યોગ્ય વિચારણા કરી જાહેરનામું રદ કરવા તથા ફેરવિચારણા કરી અન્ય કોઈ પગલા વિચારવાની રજુઆત અને માંગણી ભરતભાઈ એમ. રાવલે કરી છે.

error: Content is protected !!