જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરીનાં સમાજ કલ્યાણ ખાતાનાં અધિકારીએ ખોટું પ્રમાણપત્ર કાઢી આપતાં પોલીસ ફરીયાદ

જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરીનાં સમાજ કલ્યાણ ખાતાનાં અધિકારીએ ખોટું પ્રમાણપત્ર કાઢી આપતાં બે શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર રાજકોટ ખાતે રહેતાં અને મદદનીશ કમિશ્નર આદિજાતી વિકાસ ખાતામાં નોકરી કરતાં એ.એસ.ખવડએ પોલીસમાં આ કામનાં આરોપી ભગવાનજી રૈયાભાઈ સીંધલ નિવૃત્ત વાણિજ્ય વેરા અધિકારી તથા જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરીનાં સમાજ કલ્યાણ ખાતાનાં અધિકારી સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી ભગવાનજી રૈયાભાઈ સીંધલ જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ ખાતામાંથી કોઈ પણ રીતે ખોટું જાતિ પ્રમાણપત્ર મેળવેલ અને જે જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરીનાં સમાજ કલ્યાણ ખાતાના અધિકારીએ અનુ.જનજાતિનું પ્રમાણપત્ર એસ.ડબલ્યુ / ૩ / ૧ર૯ તા.૧૬-પ-૧૯૭૯થી ખોટું પ્રમાણપત્ર કાઢી આપી સરકારશ્રી સાથે છેતરપિંડી કરતાં પોલીસે આ બનાવ અંગે વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!