રાજયની જાહેર ટ્રસ્ટોની શાળાઓ અનેક કારણોસર નાંણાકીય કટોકટીનો સામનો કરી રહી હોય સહાય આપવા માંગણી

0

રાજયમાં સ્વનિર્ભર જાહેર ટ્રસ્ટો દ્રારા સંચાલીત શાળાઓ અનેક કારણોસર નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે. ત્યારે આવી શાળાઓને આર્થીક મદદ કરવા અંગે વેરાવળના શીશુમંદિર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.
વેરાવળ શીશુમંદિર એજયુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમેશભાઇ ચોપડકરે લખેલ પત્રમાં જણાવેલ કે, કોરોનાના લોકડાઉનના કારણે રાજય સરકારે ચાલુ વર્ષના પ્રથમ શૈક્ષણીક સત્રની વિદ્યાર્થીઓની ફી સપ્ટેમ્બર પછીના ત્રણ મહિનામાં વાલીઓ પાસેથી અનુકુળતા મુજબ લેવાની જાહેરાત કરી છે. જે વર્તમાન સમયમાં વાલીઓની આર્થીક પરિસ્થતિને ધ્યાને લેતા આવકારદાયક છે. જો કે, આ નિર્ણયના લીધે સ્વનિર્ભર જાહેર ટ્રસ્ટો દ્વારા સંચાલીત શાળાઓએ મોટી નાણાંકીય કટોકટીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓની પાછલા સત્રની ફી બાકી છે તેના વાલીઓ પાછલી બાકી ફી ભરવામાં પણ સરકારના હુકમનો દાખલો આપી ભરતા નથી. તો બીજી તરફ રાજય સરકાર તરફથી આર.ટી.ઇ. હેઠળના બાળકોની ફીનું ચુકવણું આખરમાં કોઇપણ કારણ જણાવ્યા વગર કાપકુપ કરી ચુકવાતું હોવાથી શાળાઓને નુકશાની ભોગવવી પડે છે.
ઉપરોકત પરિસ્થિતિમાં જે ટ્રસ્ટો ફકત ફી ઉપર નિર્ભર હોય છે અને પોતાની શાળાઓ ન નફો ન નુકશાનના સિધ્ધાંત પ્રમાણે ચલાવી રહયા છે તેવા ટ્રસ્ટની શાળાના શૈક્ષણીક અને બિનશૈક્ષણીક કર્મચારીઓના પગાર ચુકવવામાં હાલ નાંણાકીય કટોકટીનો સામનો કરવો પડી રહયો છે. આવી શાળાઓના ટ્રસ્ટીઓને ચાલુ સત્રમાં સપ્ટેમ્બર સુધી પગાર કેવી રીતે ચુકવવો તેની મુંઝવણ સતાવી રહી છે. આ હકકીતે પાછલા સત્રની બાકી ફી ચુકવી આપવા વાલીઓને ભલામણ સાથે અપીલ કરવા તથા વર્તમાન પરિસ્થિતિમાં કર્મચારીઓનો પગાર ચુકવવા સરકાર તરફથી આવી જાહેર ટ્રસ્ટોની શાળાઓને સહાય આપવા બાબતે કંઇ વિચારવામાં આવે તે જરૂરી હોવાનું અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!