કેશોદના પીપલીયાનગરમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ

0

કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકવાનું નામ લેતો નથી ત્યારે એક કોરોના પોઝિટિવ કેસ સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવે ત્યાં સુધીમાં બીજા કેસ નોંધાતાં તંત્રની દોડધામ ચાલું જ રહે છે. કેશોદના પીપલિયાનગર વિસ્તારમાં મુંબઈથી આવેલ કુંભાણી ધીરૂભાઈ રવજીભાઈ  (ઉ.વ. ૪૭) ને વતન પરત આવતાં જ બીજા દિવસે કોરોના વાયરસનાં લક્ષણો જાવા મળતાં ૧૦૮ દ્વારા જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં રીપોર્ટ કરવામાં આવતાં પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. શહેરમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો વધીને આઠ ઉપર પહોંચી ગયો છે.
કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં મુંબઈ મહારાષ્ટ્રથી પરત આવતા છ ના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ પ્રથમ નોંધાયો હતો એ પણ પીપલીયાનગર વિસ્તારમાં જ મુંબઈથી આવેલ હતા. ત્યારે કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી નિયમો મુજબ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યાં ફરીથી આ જ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્રની દોડધામ ચાલુ જ રહી છે. કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં આવેલા પોઝીટીવ કેસના કારણે તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવે એ પહેલાં જ કુંભાણી પરિવાર ચાંદીગઢ પાટીયે, વિનય આશ્રમ સામે, બાયપાસ રોડ ઉપર પોતાની વાડીએ જતા રહેતાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે. કેશોદના કોરોના પોઝીટીવ કેસવાળી વ્યક્તિની પરમીટ પીપલીયાનગરની છે અને લક્ષણો જાવા મળતાં ૧૦૮ દ્વારા પીપલીયાનગરના ઘરેથી લઈ જવામાં આવેલ છે ત્યારે પીપલીયાનગર વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવાને બદલે બાયપાસ પાસે વાડી વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવા તંત્ર રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવાને બદલે વાડી વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવશે તો સંક્રમણ ફેલાવાની શક્યતા વધારે છે ત્યારે જવાબદારી કોની રહેશે ? કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ સેનેટાઈઝેશન કરવામાં આવેલ નથી કે આ વિસ્તારમાંથી રહીશો હિજરત કરીને જતાં રહે એ પહેલાં કોઈ બંદોબસ્ત ગોઠવી પગલાં ભરવામાં આવ્યાં નથી. કોરોના વાયરસ સાથે લોકો એ જીવતાં શીખવું પડશે એવી સરકારની જાહેરાત કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં લાગુ કરાઈ હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે કેશોદ વહીવટી તંત્ર દ્વારા સંક્રમણથી કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે શું પગલાં ભરવામાં આવે છે એ તો સ્થાનિક તંત્રની દરખાસ્ત રજૂ કરી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે પછી જ ખબર પડશે.

error: Content is protected !!