સરકાર આગલા દરવાજેથી સહાય જાહેર કરે અને બાદમાં ભાવ વધારો કરે

જૂનાગઢ સહિત રાજય અને દેશભરમાં મોંઘવારી સતતને સતત વધી રહી છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ચટણી, મીઠું, હળદરથી લઈ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં બેકાબુ વધારા સામે જનજીવન ત્રાહીમામ પોકારી ઉઠયું છે. સરકારની એવી નીતિ રહી છે કે, હજારો કરોડો રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરે તેમજ જરૂરીયાતમંદ લોકો માટે ૧૦ કિલો ઘઉં, ચણાદાળ, ચણા, ચોખા સહિતની વસ્તુઓ રેશનીંગ કાર્ડ ધરાવતા હોલ્ડરોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે તેમજ ગેસ સિલીન્ડર, વીજબિલ તેમજ અન્ય રાહતો પણ આપવામાં આવે, જુદી જુદી સ્કીમ હેઠળ બેંક ખાતા ધારકોના જરૂરીયાતમંદ લોકોને
૧-૧ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે. આ ઉપરાંત કરોડો રૂપિયાના આર્થિક પેકેજ જાહેર કરી અને આમજનતામાં સરકાર ખુબ સારી છે જરૂરીયાતમંદ લોકોની વહારે મદદ માટે આવે છે તેવું એક દ્રશ્ય ઉભું કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જાશો તો આવશ્યક સેવાઓ ગણાતા પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ સહિતના ભાવો વધી રહ્યા છે. સિંગતેલનો ભાવ રર૦૦ રૂપિયાને પાર ઉતરી ચૂકયો છે. શાકભાજીનાં ભાવો, શિક્ષણ ખર્ચ, આરોગ્ય સેવાઓ સહિતના અનેક પ્રકારના જીવન વ્યવહારમાં આવતા કાર્યો માટે પણ પૈસાની જરૂર પડે છે. સરકાર દ્વારા ચણાદાળ કે ચોખા કે ઘઉં આપવાથી કાર્ય પુરૂં નથી થતું. રસોઈ બનાવવા માટે ઈંધણથી માંડી મરી, મસાલા સહિત અનેક વસ્તુઓ જાઈતી હોય છે ત્યારે એક તરફ કોરોનાનો માર બીજી તરફ મોંઘવારી અને ત્રીજી તરફ સરકાર દ્વારા આગલા બારણેથી સહાયના પેકેજ જારી કરે અને પાછલા દરવાજેથી મોંઘવારીનો માર લ્હાણીમાં આપે તેવી બેધારી નીતિને પગલે જનતા જનાર્દનમાં તિવ્ર રોષની લાગણી ફેલાઈ છે.

error: Content is protected !!