જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં વધી રહેલાં કેસો : તકેદારીનાં પગલાં લેવાયાં

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં છેલ્લાં પાંચ દિવસથી કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જ્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે કન્ટેઈન્મેન્ટ ઝોન તેમજ બફર ઝોનનાં વિસ્તારો જાહેર કરવામાં આવ્યાં છે.
જૂનાગઢ જીલ્લામાં બુધવારે એકીસાથે ૬ કોરોના પોઝિટીવ કેસ આવતાં આરોગ્ય વિભાગનાં કર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. દરમ્યાન જીલ્લા મેજીસ્ટ્રેટેએ પણ કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કરી સાવચેતી રાખવા તમામને તાકીદ કરી છે. જૂનાગઢ જીલ્લામાં નોંધાયેલ ૬ કેસમાં ૧ કેશોદ, ૧ મેંદરડાનો છે અને ૪ કેસ જૂનાગઢ શહેરનાં છે. મેંદરડાનાં ૪૮ વર્ષિય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો અને હાલ રાજકોટ સારવાર લઈ રહ્યો છે. જ્યારે શહેરનાં   વડલીચોકમાં રહેતાં પ૮ વર્ષિય મહિલા અને ૬૦ વર્ષિય પુરૂષ એમ પતિ, પત્ની બંનેનાં સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે શહેરનાં સરદારબાગ વિસ્તારનાં ૪પ વર્ષિય પુરૂષ અને આંબેડકરનગરમાં રહેતાં પ૭ વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આમ બુધવારે ૪ પુરૂષ અને ર મહિલા મળીને ૬ ને કોરોના જણાયો છે. બુધવારે પ સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ, ૧૩રનો નેગેટીવ આવ્યો છે જ્યારે હજુ ર૯૧નો રિપોર્ટ પેન્ડીંગ છે. હાલ જૂનાગઢ સિવિલમાં ૮ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલમાં એક દર્દી સારવાર લઈ રહેલ છે. જયારે બે દર્દીને હોમ આઈસોલેશન કરાયા છે. અન્ય જીલ્લાનાં કુલ ૧૦ દર્દી હતા. જેમાંથી ૭ ને ડિસ્ચાર્જ કરાતા હવે અન્ય જીલ્લાનાં ૩ દર્દી જૂનાગઢ સિવીલમાં સારવાર હેઠળ છે. દરમ્યાન જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સૌરભ પારઘીએ કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કરી દીધા છે.
જૂનાગઢ જીલ્લામાં કુલ ૪૪ કેસમાંથી ૩૦ ડિસ્ચાર્જ અને ૧નું મોત થતા હવે ૧૩ કેસ છે. જયારે અન્ય જીલ્લાનાં ૧૦માંથી ૭ ડિસ્ચાર્જ થતા હવે ૩ દર્દી સારવાર હેઠળ સિવીલમાં છે.
માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન
વોર્ડ નં.૪ વડલી ચોક જાષીપરામાં આવેલ માતૃછાયા મકાન તેની નીચે આવેલ રાધે પાન તેમજ સામે આવેલ અવધ પાનની દુકાન ગણી ૧ મકાનનાં ૯ લોકો, વોર્ડ નં.પમાં આવેલ વી.બી.કોટકનું મકાન બ્લોક નં.૧પ, શેરી નં.-ર, ક્રિષ્ના પાર્કનું ૧ મકાન ૪ લોકો તેમજ વોર્ડ નં.૧પ ધરારનગર કુળદેવી કૃપા નામનો ડેલો, સંતોષી માતાનાં મંદિર સામે આવેલ ૩ મકાનના ૧૭ લોકોના વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે.
બફર ઝોન જાહેર
વોર્ડ નં.૪, વડલી ચોક, ડો.લાખાણીવાળી શેરી, અવધ પાન અને રાધે પાન પાછળની શેરી, ખીજડાવાળો રોડ વિસ્તારનાં ૧ર મકાનોના ૧૧૧ લોકો. વોર્ડ નં.પ નવી કલેકટર કચેરી પાછળ ક્રિષ્ના પાર્ક, શેરી નં૧નાં બ્લોક નં.૧ થી ૭, શેરી નં.રનાં બ્લોક નં.૧૧ થી ૧૭નાં ૧ર મકાનોના ૪૮ લોકો અને વોર્ડ નં.૧પ સંતોષીમાં ના મંદિર પાસે, ધરારનગર, બીલખા રોડ ખાતેના સાજણભાઈ રાણાભાઈ વાળાના ઘરથી રાણાભાઈ શકરાભાઈ રાઠોડના ઘર (ડેલા) સુધીના વિસ્તારનાં ર ઘરના ૧૩ લોકોનાં બફર ઝોનમાં સમાવેશ થાય છે.

error: Content is protected !!