જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદડમાં ખંડણી માટે ફાયરીંગ : ૪ને ઈજા

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદડ ગામે ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝાંપોદડ ગામે ખંડણી માટે માથાભારે શખ્સોએ આડેધડ ફાયરીંગ કરતા ૪ લોકોને ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા વંથલી તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરીંગની ઘટનામાં ૪ લોકોને ઈજા થતા તેઓને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!