ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિએ ગેસ સીલીન્ડર, પેટ્રોલના ભાવ વધારા અંગે આવેદનપત્ર પાઠવી રોષ વ્યકત કર્યો

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિના હીરાભાઇ રામ, કરશનભાઇ બારડ, ફારૂકભાઇ પેરેડાઇઝ, મહિલા પ્રમુખ સંગીતા ચાંડપા, લલીત ફોફંડી સહિત કોંગી કાર્યકરોએ નાયબ કલેકટરના માધ્યમથી રાજયપાલને સંબોધેલ આવેદનપત્રમાં જણાવેલ કે, કેન્દ્ર અને રાજયમાં ભાજપની સરકારે ગેસ સીલીન્ડર, પેટ્રોલ તેમજ અન્ય વસ્તુઓમાં અતિશ્ય ભાવ વધારો કરેલ તેના લીધે હાલમાં ચાલી રહેલ કોવિડ-૧૯ કોરોના વાયરસ મહામારીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર આવી પડેલ આફતમાં આ ભાવ વધારો સહન કરી શકે તેવી કોઇ સહનશકિત ન હોય અને વધી રહેલા પેટ્રોલના ભાવ વધારાના લીધે માચ્છીમાર સમાજના ધંધા-રોજગાર ઉપર પણ સંકટ ઉભું થઇ રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!