દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓની સામુહિક બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પુર્નઃ એક વખત પોલીસ અધિકારીઓની સામુહિક બદલીઓ કરવામાં આવી છે. ખંભાળિયાના પીઆઈ દેકાવાડીયાની બદલી તાજેતરમાં મોરબી ખાતે થતાં તેમની ખાલી પડેલી જગ્યા ઉપર સલાયા મરીન પોલીસ વિભાગના પીઆઈ તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી રહેલા જી.આર. ગઢવીને ખંભાળિયાના પીઆઈ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે દ્વારકાના પીઆઈ વી. વી. વાગડિયાને એલઆઈબી વિભાગમાં તથા એલઆઈબીના જે. એમ. ચાવડાને સલાયા મરીન પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં મોરબીથી બદલી પામીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકાયેલા પીઆઈ પી. બી. ગઢવીએ ગઈકાલે દ્વારકાના પીઆઈ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!