વેરાવળમાં માસ્ક વગર ફરતાં લોકો સામે પોલીસ તંત્રની લાલ આંખ

0

કોવીડ-૧૯ મહામારી ચાલી રહી હોવા છતાં ગીર સોમનાથ જીલ્લાનાં વડામથક વેરાવળમાં માસ્ક પહેરી બહાર નિકળવા જેવી સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન્સનો લોકો અમલ ન કરી રહયા હોય જે અંગે હવે પોલીસ તંત્રે ઝુંબેશ શરૂ કરી છે. બે દિવસમાં વેરાવળ શહેરમાં માસ્ક વગર ફરતા ૧૦૦ જેટલા લોકોને પકડી લઇ તેઓ પાસેથી રૂ.૨૦ હજારનો દંડ વસુલ કરવાની સાથે માસ્ક પહેર્યા વગર બાઇકો ફેરવતા ૫૪ બાઇકો પણ ડીટેઇન કરવાની કડક કાર્યવાહી કરી છે.
આ અંગે માહિતી આપતા સીટી પીઆઇ આર.કે. પરમારે જણાવેલ કે, કોવીડ-૧૯ની મહામારીને લઇ સરકાર દ્વારા લોકોએ માસ્ક પહેરી બહાર નિકળવું, વેપારીઓએ દુકાનમાં, રેકડીઘારકો સહિત સૌ કોઇએ વ્યવસાય કરતા સમયે માસ્ક ફરજીયાત પહેરવું, રાત્રીના ૯ પછી ઇમરજન્સી કામ વગર ન નિકળવું જેવી સતર્કતા દાખવવા ગાઇડલાઇન્સ જાહેર કરી તેનો અમલ કરવા અપીલ પણ કરી છે. તેમ છતાં વેરાવળમાં લોકો અને વેપારીઓ, પાથરણાવાળા સરકારની ઉપરોકત ગાઇડલાઇન્સનો અમલ ન કરી બિંદાસ્ત માસ્કી વગર વેપાર કરતા અને હરતા ફરતા હોવાનું ધ્યાને આવેલ છે. જેથી લોકોમાં જાગૃતતા આવે અને સૌ કોઇ ગાઇડલાઇન્સનો સ્વયં ફરજીયાત પાલન કરતા થાય તે હેતુસર પોલીસ સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. ટીમોને દિવસભર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં માસ્ક વગર ફરતા અને વેપાર કરતા લોકોને પકડી પાડવા કડક તાકીદ સાથે પેટ્રોલીંગ કરાવવામાં આવી રહયુ છે. જેમાં બે દિવસમાં કુલ ૧૦૦ લોકો માસ્ક વગરના પકડાયા છે જે તમામ પાસેથી રૂ.૨૦૦ લેખે રૂ.૨૦ હજારનો દંડ વસુલ કરાયો છે. આ ઉપરાંત ટ્રાફીક ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવેલ જેમાં માસ્ક વગર બાઇક સાથે ફરી રહેલ ૫૪ જેટલા વાહનોને પકડી ડીટેઇન કરવામાં આવેલ છે.
પોલીસ તંત્રની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં સતત ચાલુ રહેશે જેથી શહેરીજનો સરકારની ગાઇડ લાઇન્સનો ચુસ્ત પણે અમલ કરે અન્યથા કડક આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!