કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ખ્વાજા વિષે ટીવી એન્કરે કરેલ ટીપ્પણી સામે રોષ

0

ભારતની શાન એવા હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાન હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદીન ચિસ્તી ખ્વાજા ગરીબ નવાઝ (રે.અ.) વિષે ટીવી એન્કર અમીષ દેવગને ગુસ્તાકી કરી હિન્દુસ્તાનમાં કોમી એકતા અખંડીતાને નુકસાન થાય અને લોકોની લાગણી દુભાવતા સમગ્ર ભારતમાં ટીવી એન્કર સામે વિરોધ થઇ રહયો છે. આ એન્કર સામે વેરાવળ મુસ્લીમ સમાજના દરેક જમાતોના પ્રમુખો, સંગઠનો, આગેવાનો દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટર સહિતનાને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. વેરાવળ-પાટણ સંયુક્ત મુસ્લિમ સમાજના પ્રમુખ અનવરભાઇ ચૌહાણ, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી અ.મજીદ દિવાન, કોંગ્રેસ માઇનોરિટીના પ્રમુખ ફારૂકભાઇ પેરેડાઇઝ, કાર્યકર અફઝલ પંજા, શહેર ભાજપ લઘુમતી પ્રમુખ હાજીભાઇ એલ.કે.એલ. સહિતનાએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, હઝરત ખવાજા મોઇનુદદીન ચિસ્તીની દરગાહ અજમેર શરીફ ખાતે આવેલ છે જે સમગ્ર દુનિયા અને ભારતભરનાં હિન્દુ-મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર છે. તા.૬ જૂનના રોજ ન્યુઝ ૧૮ ઇન્ડીયાના એક ડિબેટ પ્રોગ્રામમાં એન્કર અમિશ દેવગન દ્વારા હઝરત મોઇનુંદિન ચિસ્તીને “લૂંટેરા” જેવા આપત્તીજનક શબ્દોનું વારંવાર ઉપયોગ કરતા સૂફી સંત ગરીબ નવાઝના અનુયાયીઓની લાગણી દુભાવેલી છે. ગરીબ નવાઝના કરોડોની સંખ્યામાં સમગ્ર દુનિયામાં તેમને માનવાવાળા હિન્દુ-મુસ્લિમ અકિદતમંદ લોકો છે. આ સુફીસંતે પ્રેમ અને ભાઇચારાનું સંદેશ આપનાર અલ્લાહના બંદા છે. ભારતભરમાં હાલની આ મહામારીના એપિડેમીક એકટ લાગુ હોય અને કોવિડ-૧૯ની મહામારીથી ત્રસ્ત હોય ત્યારે જાણી જોઇને વ્યવસ્થિત રીતે કાવતરૂ કરી અને દેશમાં ધાર્મિક લાગણી ઉશ્કેરી અને વર્ગ વિગ્રહ ફેલાવવાનું ષડયંત્ર કરેલ હોય જે અતિ નિંદનીય છે જેથી આ ન્યુઝ ૧૮ ઇન્ડિયા અમીશ દેવગન તથા આ પ્રોગ્રામને પ્રસારિત કરનાર સામે આઇ.પી.સી. કલમ ર૯પ (એ), ૧પ૩ (એ), ૩૪, ૧ર૦ (બી), પ૦પ (ર) મુજબની ધોરણસરની ફરીયાદ નોંધવા અને આવા દેશમાં એકતા અખંડીતતાના વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!