જૂનાગઢ પંથકમાં અપમૃત્યુનાં ચાર બનાવો

જૂનાગઢ પંથકમાં અપમૃત્યુનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જાષીપરાનાં ખલીલપુર રોડ, પ્રેરણાપાર્ક બ્લોક નં.૩ ખાતે રહેતાં નિરૂપાબેન દિપકભાઈ ઠુંમર (ઉ.વ.૪ર)એ કોઈ કારણસર એસીડ પી જતાં તેનું મૃત્યુ થયું છે આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં ખામધ્રોળ સુથારફળીમાં રહેતાં રોહિત શરીફભાઈ કરોતરા (ઉ.વ.૧૪) ભાડ વિસ્તારમાં વોકળામાં ન્હાવા જતાં ડુબી જવાથી તેમનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં હે. કો. એન.આર. ભેટારીયા વધુ તપાસ ચલાવી રહ્યાં છે. જયારે કેશોદનાં વાલ્મકીવાસમાં રહેતાં સોનુબેન જીતેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૧૮)એ કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે કેશોદનાં એએસઆઈ બી.એન.ગરચર વધુ તપાસ ચલાવી રહ્યાં છે. આ ઉપરાંત વંથલી તાલુકાનાં ખુંભડી ગામે રહેતાં સોનલબેન અશ્વિનભાઈ મુંછડીયા (ઉ.વ.ર૧) પોતાનાં ઘરનાં ફળીયામાં પાણીની મોટરથી પાણી ભરતાં હતાં તે દરમ્યાન તેને ઈલેકટ્રીક શોક લાગતાં તેમનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે કેશોદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!