જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં યુવાન પાસે ખંડણી માંગી માર માર્યો : સામસામી ફરીયાદ

0

જૂનાગઢ શહેરના મધુરમ શ્રીનગર સોસાયટીમાં રહેતા યુવાને મરી મસાલા દળવાનો ઘાણો શરૂ કર્યો હતો. પરંતુ આ ઘાણો શરૂ રાખવા માટે તે જ સોસાયટીમાં રહેતા શખ્સે ખંડણી માંગતા ઘાણો બંધ કરી દીધો હતો. બાદમાં ફરી એક વખત આ શખ્સે ટ્રેક્ટર આપવાની ધમકી આપી ઘરમાં ઘુસી મહિલા સહિતનાને માર મારી તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. શ્રીનગર સોસાયટીમાં રહેતા નંદુબેન ભુપતભાઇ મકવાણાના પતિએ સોસાયટીના ગેઇટ પાસે ઉનાળામાં મરચુ, હળદળ, ધાણાજીરૂ સહિતના મસાલા દળવા માટે ઘાણો શરૂ કર્યો હતો. પરંતુ ઘાણો શરૂ રાખવા માટે ચેતન ઉર્ફે સુલી નાનજી ચાવડા રૂ.૫૧ હજારની ખંડણી માંગતા ઘાણો બંધ કરી દીધો હતો તેમજ ભુપતભાઇ પાસે બે ટ્રેક્ટર હોય અને ટ્રેક્ટર ચલાવતા હોય પરંતુ આ ટ્રેક્ટર પડાવી લેવા આ શખ્સ અવારનવાર ફોન કરી હેરાન કરતો હોય અને બાદમાં ઘરે ધસી આવી મિસ્ત્રી કામ કરતા પિતા પુત્રને માર મારી મહિલાના અને તેમના ભત્રીજા દીલીપને માર મારી કબાટના દરવાજામાં તોડફોડ કરી ભાગી ગયો હોવાની સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે. તેમજ આ બનાવ અંગે સામાપક્ષે પણ રોહિતભાઈ ગોવિંદભાઈ મીયાત્રાએ પોલીસમાં આ કામનાં આરોપી સાગર માધાભાઈ મીયાત્રા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે આ કામનાં ફરીયાદીએ આરોપીના મીત્ર ચેતન ઉર્ફે સુલી નાનજીભાઈ ચાવડા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપીએ ફરીયાદીને કાયદેસરનાં જવાના રસ્તામાં અવરોધ ઉભો કરી રોકી પોલીસ ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી જાહેરમાં ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!