કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ ડાંગર સામે ફીમેલ હેલ્થ વર્કર અક્ષિતાબેન વી. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા કેશોદ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો, સ્ટાફ અને નગરપાલિકા આરોગ્ય સ્ટાફ દ્વારા જૂનાગઢ જિલ્લા કલકેટર તથા એસપી સહીતનાં અધિકારીઓને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકામાં મજૂરોના સ્ક્રીનીંગની કામગીરી ચાલતી હતી ત્યારે ડોકટર ડાંગર તરફથી કામગીરી અંગે માર્ગદર્શન સૂચના અપાતાં ફીમેલ હેલ્થ વર્કરએ તેનું પાલન ન કરી અને તબીબ સામે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી અને તેમની વિરૂધ્ધ ખોટી પોલીસ ફરિયાદ નોંધાવતા તે રદ કરવા જૂનાગઢ જિલ્લા કલેકટર, એસપી સહીતનાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews