જૂનાગઢમાં જાહેરનામાનો ભંગ કરતાં ૧ સામે ફરીયાદ

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.આર.ભેટારીયાએ જાતે ફરીયાદી બની અને આ કામનાં આરોપી મહમદભાઈ ઉર્ફે ડેનીભાઈ હાજી હુસૈનભાઈ હાલા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધી છે કે આ કામનાં આરોપીએ જીલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢની કચેરીનાં બહાર પાડેલ જાહેરનામું પ્રસીધ્ધ કરવામાં આવેલ જે જાહેરનામાની શરતો પૈકી લગ્ન પ્રસંગમાં માત્ર-પ૦ માણસો સામેલ કરવા તેમજ તેમની વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા ના કરી અને સેનેટાઈઝરની વ્યવસ્થા ન કરી જાહેરનામાનો ભંગ કરતાં પોલીસે આ બનાવ અંગે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!