કેશોદનાં મઘરવાડા ગામે સામાન્ય બાબતે માથાકુટ : ર સામે ફરીયાદ

કેશોદ તાલુકાનાં મઘરવાડા ખાતે રહેતાં રામભાઈ મોરારજીભાઈ ચુડાસમાએ પોલીસમાં આ કામનાં આરોપી જય પ્રવિણભાઈ ચુડાસમા, પ્રવિણભાઈ ભીમાભાઈ ચુડાસમા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી આરોપીની પાનબીડીની દુકાને માવો લેવા ગયેલ ત્યારે આરોપીની દિકરીએ માવાના પૈસા બાકી નિકળતા આપેલ નહીં જેથી ફરીયાદીએ બાકી નિકળતા પૈસા માંગતા આરોપી જય પ્રવિણભાઈ ચુડાસમાએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વડે માર મારી તેમજ સાહેદ ભરતભાઈને પણ લાકડી વડે માર મારી તેમજ છરી વડે ફરીયાદીને માથાના ભાગે જમણા હાથનાં બાવડા ઉપર છરી મારતા છરકા થઈ જતા સામસામે ઝપાઝપી કરી આરોપીની દિકરી પ્રિતીબેનને પણ માથાનાં ભાગે લાગી ગયેલ તેમજ આરોપી પ્રવિણભાઈ ચુડાસમાએ કહેલ કે બહાર નિકળશો તો મારી નાખીશું તેમ ધમકી આપી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!