જૂનાગઢનાં હરિઓમ નગર જીવનધારા સોસાયટી પેટ્રોલપંપ પાછળ રહેતાં નિરાલીબેન શિવમભાઈ જાષીએ પોલીસમાં આ કામનાં આરોપી શિવમ ગુણવંતભાઈ જાષી પતિ, ગુણવંતભાઈ મુળશંકરભાઈ સસરા, રૂષી ગુણવંતભાઈ દીયર, હરેશભાઈ મુળશંકરભાઈ કાકાજી સસરા, લક્ષ્મી મયુરભાઈ તેરૈયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી બેનને તેના લગ્નનાં થોડા સમય દરમ્યાન તેના પતિ રાજસ્થાન ચાલ્યા જતા પાછળથી ફરીયાદીના સસરા તથા કાકાજી સસરા તથા દીયર ઘરકામ બાબતે ગાળો આપી ફરીયાદીનાં દિયર અવારનવાર ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી તથા ફરીયાદીનાં પતિને આ બાબતની વાતચીત ફરીયાદીએ કરતા ફરીયાદીનાં પતિએ કોઈપણ જાતનો સપોર્ટ નહીં કરી અને રાજસ્થાન ફરીયાદીને પણ તેના પતિએ મારકુટ કરી શારિરીક-માનસિક દુઃખ ત્રાસ આપી ફરીયાદીનાં નણંદ પણ અવારનવાર ભાલકા આવીને બધાને ફરીયાદી વિરૂધ્ધ ચડામણી કરતા હોય તેમજ ફરીયાદીના દિયરે ફરીયાદીની શારિરીક છેડછાડ કરી ફરીયાદીનો હાથ પકડી, મારકુટ કરી અને કરીયાવર નહીં આપી ઓળવી જઈ એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews