જૂનાગઢ જીલ્લામાં ધોરણ -૧૦ની માર્કશીટ સોમવારે તાલુકાના કેન્દ્રો ઉપરથી વિતરણ થશે

0

ધો.૧૦ નું પરિણામ ઓનલાઇન આવી ગયેલ છે. પરિણામનું વિતરણ દરેક શાળાઓને સ્થળે નક્કી કરવામાં આવેલ શાળામાંથી કરવામાં આવશે. તાલુકાના વિતરણ કેન્દ્રો ખાતેથી તા.૨૨/૦૬/૨૦૨૦ના સોમવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક સુધીમાં મેળવી લેવા જણાવવામાં આવે છે. આ તાલુકામાં વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષક/કલાર્કને તેની શાળાનો અધિકારપત્ર આપવાથી પોતાની શાળાનુ પરીણામ મેળવી શકાશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાય કરી પોતાનાં વિદ્યાર્થીઓને તાજેતરની પરિસ્થિતિને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને આ ગુણપત્ર વિતરણ કરવામાં આવશે. તાલુકા કક્ષાનાં વિતરણ કેન્દ્રોની યાદીમાં જૂનાગઢ (શહેર/ગ્રામ્ય) સરકારી ગર્લ્સ હાઇસ્કુલ (આઝાદચોક), ભેસાણ શ્રી વિનય મંદિર, વિસાવદર સરકારી હાઇસ્કુલ, મેંદરડા જી.પી. હાઇસ્કુલ, માંગરોળ કે.કા.શાશ્ત્રી વિદ્યાલય,માળીયા સરકારી હાઇસ્કુલ, કેશોદ ડી.ડી. લાડાણી વિદ્યાલય, વંથલી સ્વામીનારાયણ ગુરૂકુળ, માણાવદર લાયન્સ હાયર સેકન્ડરી સ્કુલ ખાતેથી વિતરણ થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!