કેશોદ ૫ાલિકા પ્રમુખનાં પુત્રને છરી બતાવી કરી મારઝૂડ, ૩ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો

કેશોદ શહેરના માંગરોળ રોડ ઉપર રહેતાં અક્ષર યોગેશભાઈ સાવલીયા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સોએ છરી બતાવી માર મારી ભુંડી ગાળો આપી મારઝૂડ કરી હતી. ફરિયાદી અક્ષરભાઈ સાવલીયા કેશોદ નગરપાલિકા પ્રમુખ અને કેશોદ વેપારી મહામંડળનાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયાનાં પુત્ર છે. કેશોદ શહેરના અગતરાય રોડ ઉપર પાનદેવ સમાજ સામેનાં પેટ્રોલ પંપ ઉપર વાહન નંબર GJ/૧૧/CB/૯૯૨૨ એકટીવા લઈને પેટ્રોલ ભરાવવા ગયા હતા ત્યારે બીજી બાજુથી ત્રણ સવારી મોટરસાયકલ લઈને આવેલા શખ્સોએ અક્ષરભાઈ સાવલીયાને સામું શું જુવે છે કહીને ભુંડી ગાળો ભાંડી હતી અને એક શખ્સ દ્વારા છરી લઈને મારવા દોડતાં જેમીન વિનુભાઈ વણપરીયા વચ્ચે પડી છુટા પાડયા હતા. કેશોદ પોલીસ દ્વારા આકીબ રજાક મહીડા, ઈલૂ ઈબ્રાહિમ મહીડા અને છરી ધરાવતા અયાન જેઠવા ઉર્ફે સુર્યા વિરૂદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પીએસઆઇ મહિપતસિંહ છત્રસિંહ ચુડાસમાને તપાસ સોંપવામાં આવી છે. કેશોદ નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલીયાનાં પુત્ર ઉપર હુમલો કર્યો હોય ત્યારે જીલ્લા પોલીસ વડા સૌરભસિંહ દ્વારા માર્ગદર્શન અને સુચનાઓ આપી આરોપીઓને ઝડપી પાડવા ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. કેશોદના પાનદેવ સમાજ સામેના પેટ્રોલ પંપ ઉપર લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યા છે. કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ અને કેશોદ વેપારી મહામંડળ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાનાં પુત્ર સાથે ગાળાગાળી કરી માર મારી છરી બતાવી ધમકી આપી છે ત્યારે આ ઘટના કેશોદમાં ટોક ઓફ ટાઉન બનેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!