વેરાવળમાં ઓર્થોપેડીક તબીબને તેમના દવાખાનામાં દાખલ થયેલા બે દર્દીને રજા આપી દેવાનું કહી જાનથી મારી નાંખવાની જુદા-જુદા મોબાઇલ નંબરો ઉપરથી ધમકી આપેલ હતી. જે અંગે તબીબે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં એમ.એસ. ઓર્થોપેડીક ડો.પ્રવિણ વંશની હોસ્પીટલમાં ગત તા.ર૩-પ-ર૦ર૦ના રોજ રાજેશ દેવજી કુહાડા તથા પ્રભુદાસ દેવજી કુહાડા નામના બે દર્દીઓ ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ થયેલ હતા. ત્યારબાદ તબીબના મોબાઇલ ઉપર અજાણ્યા મો. નં.૯૪૦૯ર ૪૮પ૦૦ ઉપરથી તબીબને ફોન આવેલ અને કહેવા લાગેલ કે, તારા દવાખાનામાં બે દર્દીઓ દાખલ થયેલ છે તેમને ફ્રેકચર હોય તેને ડીસ્ચાર્જ કરી દે તેવું કહી ફોન કટ કરી નાંખેલ હતો. ત્યારબાદ તા. ૩-૬-ર૦ર૦ ના રોજ ફરીથી રાજેશ દેવજી કુહાડા ફ્રેકચર થવાથી દવાખાનામાં દાખલ થતા મો.નં. ૯૬૮૭૧ ર૩૩૩૩ ઉપરથી ફોન આવેલ જેમાં પોતે ભરત કરશન બારડ (રહે.દેવડીવાળા)ની ઓળખાણ આપી કહેલ કે, તારી હોસ્પીટલમાં રાજેશ દેવજી કુહાડા છે તેને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરી નાંખ નહીંતર ડીગ્રી રદ કરી નાખીશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી. જેથી તબીબ ડો. પ્રવીણ વંશે બંન્ને મોબાઇલ નંબરો સાથેની ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ પ૦૭, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. ચનીયારાએ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews