વંથલીના ઝાંપોદડ ગામે ભરડીયાના માલિક ઉપર થયેલા ફાયરિંગ પ્રકરણમાં ભરડીયાના માલીકે માથાભારે શખ્સોએ ખંડણી માંગી હોવાની પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતાં વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈને જૂનાગઢ જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરેલ છે. આ અંગેની મળતી વિગત મુજબ વંથલીના ઝાંપોદડ ગામે ભરડીયો ધરાવતા કૃષ્ણકુમાર ચાવડા પાસે બારેક દિવસ પહેલાં રહીમ ઉર્ફે ખુરી સહિતના માથાભારે શખ્સોએ ધમકી આપી હતી. તેની જાણ પોલીસને કરાતાં પીએસઆઈ એન.બી. ચૌહાણ ત્યાં ગયા હતા પરંતુ ગુનો દાખલ કર્યો નહોતો. દરમ્યાન માથાભારે શખ્સોએ ફાયરિંગ કરતાં ભરડીયા માલિક સહિત ચાર શખ્સોને ઈજા પહોંચી હતી. ખંડણી માંગી ધમકી આપ્યાની પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ ન હોવાથી જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભસિંહે વંથલી પીએસઆઈ એન.બી. ચૌહાણને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અગાઉ ખંડણી અને ધમકી બાબતે વંથલી પોલીસને જાણ કરાઈ હોવા છતાં પણ પીએસઆઈએ ગુનો દાખલ નહોતો કર્યો અને ફાયરિંગ થયું હોય વંથલી પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews